ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો છે અને તેઓ હાલમાં દિલ્હીની એઇમ્સમાં સારવાર લઇ રહ્યાં છે,ત્યારે તેમના પર કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ બી.કે.હરિપ્રસાદે વિવાદિત ટિપ્પણી કરી છે, શાહની બિમારી પર કટાક્ષ કરતાં કહ્યું કે તેને સુવરનો તાવ’ આવ્યો છે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો શાહ કર્ણાટક સરકારને અસ્થિર કરવાના પ્રયાસ ચાલુ રાખશે તો તેમને હજુ વધુ ગંભીર બિમારી થશે, હરિપ્રસાદે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકારને તોડવા માટે ભાજપના કથિત ઓપરેશન લોટસનો ઉલ્લેખ કરતા આ નિવેદન આપ્યું,
કોંગ્રેસ માનસિક બિમાર – ભાજપનો જવાબ
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે હરિપ્રસાદના નિવેદન પર વળતો જવાબ આપતા ટ્વીટ કરીને કહ્યુ્ં કે જે રીતે ગંદુ અને ખૂબ જ ખરાબ નિવેદન કોંગ્રેસ સાંસદ બી.કે હરિપ્રસાદે ભાજપ અધ્યક્ષ અમિત શાહના સ્વાસ્થ્ય માટે આપ્યું છે, તે કોંગ્રેસનું સ્તર બતાવે છે, ફ્લૂની સારવાર છે પરંતુ કૉંગ્રેસના નેતાઓની માનસિક બીમારીની સારવાર મુશ્કેલ છે.