અમેરિકા છોડી મર્જિયા મુસાએ ગુજરાતમાં ગૌશાળા બનાવી

અમેરિકાના ટેક્સાસમાં રહેતી મર્જિયા મુસા બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામ કાણોદર માટે કંઇક કરી બતાવ્યું છે. તેના પિતાના ગામ માટે ડેરી ખોલીને લોકોને આર્થિક રીતે મદદ કરવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર 2016માં 5 એકર જમીન ખરીદીને 22 ગાયો રાખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં રૂ.2.50 કરોડનું ખર્ચ કર્યું હતું. તેની પાસે ડચ ઓરિજિનની 120 હોલિસ્ટન ફ્રિઝન ગાયો છે. અમેરિકાના ટેક્સાસમાં રહેતી અને હવે તેણે ગુજરાતનું પોતાનું વતન બનાવી લીધું છે તેવી મર્જિયા મુસા નામની મુસ્લિમ મહિલા ડેરી ક્રાંતિ માટે કામ કરી રહી છે. પોતાના ફાર્મને સંપૂર્ણ ઓટોમેટેડ કરી લીધું છે.

મુસા અહીંના લોકોની વચ્ચે ગાયોની દેખરેખને લઇને જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. થોડાં સમય પહેલાં મહારાષ્ટ્રથી તેઓની કેટલીક ગાયો ગુજરાત લાવી રહી હતી. ત્યારે રસ્તામાં કેટલાંક ગૌરક્ષકોએ તેનું વાહન રોકી લીધું હતું. તેને આ સમાચાર મળ્યા તો તેણે તાત્કાલિક પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. મુસા દરેક ગાયના ભોજન પાછળ દરરોજ રૂ.250 ખર્ચ કરી રહી છે. દરરોજ એક ગાય અંદાજિત 14 લીટર દૂધ આપે છે. તેને દૂધ વેચીને સામે કોઇ નફો નથી થતો. દર મહિને તે બે લાખ રૂપિયાનો 32 જડ્ડીબુટ્ટીઓથી બનાવીને પશુઓનો ચારો વેચે છે.

દૂધના ઉત્પાદન અને ઘી પણ વેચે છે. ગાયોની દેખરેખ માટે તે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો પ્રયોગ કરે છે. ઓટોમેટેડ દૂધ પાર્લરમાં પેરામીટરમાં ગાયોના દૂધની ક્ષમતા, તેના ખાવાની ક્ષણતા, શરીરના તાપમાન અને તેના પ્રજનના તમામ ડેટા એકઠાં થાય છે. 2017માં આવેલા પૂરમાં એક ગાય અને વાછરડું તણાઇ ગયું હતું. આખા ફાર્મમાં પાણી અને કીચડ થઇ ગયું હતું. ફાર્મને ફરીથી બેઠું કરવામાં અનેક દિવસો લાગ્યા હતા. મુસાના બે બાળકો છે જે યુએસમાં રહે છે. ટેક્સાસમાં હોમ ફ્લિપિંગ ઇન્ડસ્ટ્રી માટે કામ કરી રહી હતી. આ વ્યવસાયમાં જૂના મકાનોના સમારકામ અને તેના વેચાણનું કામ હોય છે. થોડાં સમય બાદ તેને લાગ્યું કે, વતન માટે કંઇક કરવું જોઇએ. અહીં દૂધ ઉત્પાદન, ગાયોની દેખરેખ અને દૂધ વેચવા માટે ત્રણ મહિલાઓને રાખી છે.

વિદેશથી ગુજરાતમાં આવતાં બિનનિવાસી ગુજરાતીઓ મોટાભાગે તો પોતાના લાભ માટે આવે છે પણ આ ગુજરાતી મહિલાએ પોતાના સ્વાર્થ માટે નહીં પણ બીજાને કંઈક આપવા માટે પોતાનું વતન પસંદ કર્યું છે.