મોડાસા કેળવણી મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણની ઉજવણી માં બાળકોએ બનાવી અનોખી આકૃતિ કરી હતી. અરવલ્લી જિલ્લાની એકમાત્ર જૂની કેળવણી સંસ્થા એટલે મોડાસા કેળવણી મંડળ. મોડાસા કેળવણી મંડળના 100 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. તમામ શાળાઓના ૬૦૦૦ વિદ્યાર્થીઓએ ‘મોડાસા કેળવણી મંડળ ૧૦૦’ જેવી મનોરમ્ય આકૃતિ સર્જી હતી.
શાળાઓના વિકાસ માટે છેલ્લા ૨૬ વર્ષમાં ૧૦ કરોડ રૂપિયાના શૈક્ષણિક ભાવનો, આઈ.ટી.સેન્ટરો તથા શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરી છે. 26 વર્ષમાં 3 હજાર વિદ્યાર્થીઓ અહીં ભણીને ગયા છે.
શાળાના વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા તેમજ રસ્સા ખેંચમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો હતો.
બિપીનભાઈ શાહ , મનીષભાઈ જોષી તથા ડૉ.રાકેશભાઈ મહેતા, સમીરભાઈ પટેલ, મનીષભાઈ જોષી, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, સમીરભાઈ પટેલ તેમજ મંડળની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
ગુજરાતી
English



