અર્જુન મોઢવાડિયાએ મોદીની સામે ફરિયાદ કરી

મોદીને ગધેડા સાથે સરખાવ્યા બાદ કોંગ્રેસ નેતાને ચૂંટણી પંચે નોટિસ આપી તેની સાથે જ કાનૂની નિષ્ણાંત અર્જૂન મોઢવાડીએ મોદીએ મહારાષ્ટ્રમાં લશ્કરના સહિદોના નામે મત માંગતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આમ મોદી અને અર્જુન મોઢવાડિયા ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. રેલીમાં તેમણે લોકસભા ચૂંટણીમાં જીત માટે જનતા પાસે મતની અપીલ કરી હતી પરંતુ વડાપ્રધાને તેમની અપીલમાં બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક અને પુલવામા શહીદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ભાષણથી નરેન્દ્ર મોદી સામે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. કારણ કે ચૂંટણી પંચે લશ્કર-સહિદોના નામે મત નહીં માંગવા માટે આદેશ આપ્યો છે.

લાતુરની જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમારો પ્રથમ મત બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા વીર જવાનો માટે સમર્પિત થઇ શકે છે. તમારો પહેલો મત પુલવામામાં શહીદ થયેલા જવાનોના નામ પર હોઇ શકે છે. હું પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને કહેવા માગું છું કે તમે 18 વર્ષના થઇ ગયા છો અને તમે તમારો પ્રથમ મત દેશ માટે આપો. દેશને મજબૂત બનાવવા માટે આપો, એક મજબૂત સરકાર બનાવવા માટે આપો.

ભાષણનો વીડિયો પણ છે.  મોઢવાડિયા કાયમ મોદીના આલોચક રહ્યાં છે. ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ તમામ બાબતો પર પોતાનો અભિપ્રાય આપે છે.

તાજેતરમાં જ બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટથી જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ પણ ભાજપને મત ન આપવા અપીલ કરી હતી. બધાએ એક પત્રમાં કહ્યું – ” મત આપી ભાજપ અને તેના સાથીઓને સત્તાથી બહાર કાઢો. ” અપીલ કરનારા લોકોમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરિશ કર્નાડ, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે અને અનુરાગ કશ્યપ જેવી ચર્ચિત હસ્તીઓ પણ સામેલ છે. હવે તેમાં અર્જુ મોઢવાડિયાનો સમાવેશ થાય છે.

ફરિયાદની નકલ