અલ્પેશને કોંગ્રેસના પ્રમુખ કે વિરોધ પક્ષના નેતા બનવું હતું

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નામે અલ્પેશ ઠાકોર કોંગ્રેસને દમ મારીને નાક દબાવીને મોઢું ખોલવા માટે તે બ્લેકમેઈલ કરતો રહ્યો હતો. તેમ જણાવીને રોયલ ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે ઉમેર્યું હતું કે, કોંગ્રેસે તેને ઘણું આપ્યું છતાં તે સ્વાર્થિ અને વધારે મહત્વકાંક્ષી છે. પક્ષ સાથે તે સતત માંગતા રહ્યાં છે. તેને ન આપી શકાય એવી માંગણી છે. વિરોધ પક્ષના નેતા બનવું હતું. તે એક સમયે કોંગ્રેસમાં તેના પિતા ખોડાજી ઠાકોર સાથે હતો. ફરી કોંગ્રેસમાં જાવનું નાટક ગાંધીનગરમાં કર્યું હતું. તે કોંગ્રેસના યુવા પાંખની ચૂંટણી લડ્યો હતો અને હારી ગયો હતો. તેમ છતાં તે વિરોધ પક્ષના નેતા બનવા માંગતો હતો. તે જાણતો હતો કે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી જીતે તેમ છે. તેથી વિધાનસભામાં તે પદ ખાલી થવાનું છે તે માટે તેણે માંગણી કરી હતી. પણ પક્ષે ઘસીને ના પાડી દીધી હતી.

રમેશ ઠાકોરે કહ્યું હતું કે તે એક સમાયે મારો નજીકનો સાથીદાર હતો પણ તેની આવી દાગખોરીના કારણે મેં ઠાકોર સેના છોડી હતી અને નવી સેના તેની સામે ઊભી કરી છે. જે અલ્પેશ કરતાં પણ વધારે સભ્યો ધરાવતી થઈ ગઈ છે. હવે ઠાકોર સમાજ અલ્પેશને નફરત કરતો થઈ ગયો છે. કારણ કે તે માત્ર પોતાના સ્વાર્થ માટે જ ઠાકોર સેનાનો રાજકીય અને આર્થિક ઉપયોગ કરી રહ્યો છે.

રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, જો વિરોધ પક્ષના નેતા ન બને તો તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનવું હતું. તે પહેલાં તે લોકસભામાં પાટણથી ચૂંટણી લડવી હતી. જેનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો તેથી તેણે બીજી 2 બેઠકો માંગી હતી. પણ પક્ષ તેના પર ભરોશો મૂકવા તૈયાર ન હતો. પક્ષે તેની વાત માની નથી. તેણે પક્ષમાં વિશ્વિવસનિયતા ગુમાવી દીધી છે. તેથી તેણે કોંગ્રેસ છોડવા સિવાય કોઈ માર્ગ બચ્યો ન હતો. 2017માં તેમણે જે કંઈ કર્યું હતું તે કોંગ્રેસ અને ઠાકોર સેના સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હવે તેના પર કોણ ભરોશો મૂકે  ?

રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે અલ્પેશની મેલી મુરાદના કારણે બીજા પક્ષ સાથે ડિલ કરીને કોંગ્રેસના ઉમેદવારો હારે એવા લોકોને ટિકિટ આપવાની હતી. આર્થિક લાભ મેળવવો હતો. સામેના પક્ષમાં તેને વહાલા થવું હતું.

રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે,  ખોડીયારમાતાજી રાજપરા ભાવનગરથી અમરેલી જીલ્લા વડીયા તાલુકાના ખડખડ ગામે વેલનાથબાપુની રોયલ ક્ષત્રિય ઠાકોરસેના દ્વારા આયોજીત મહારેલી કરવામાં આવી હતી આ રેલીનો આશય એ હતોકે ઠાકોર સમાજ શિક્ષણ બને, સંગઠીત બને, ભાઈચારો કેળવે અને રાજકીય ક્ષેત્રે ઠાકોર સમાજને જાગૃત કરવા અને વેલનાથબાપુના નવનિર્માણ મંદિરમા આર્થિક ફાળો આપી મંદિરનુ કામ પરિપૂર્ણ કરવુ એવો હતો. ૭.૪.૨૦૧૯ના રોજ નિકળેલી રેલીમાં 5 હજાર માણસો હતા. અલ્પેશ આટલા લોકો હવે ભેગા કરી શકે તેમ નથી.