અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે ભાજપ મૌન કેમ ?

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યાં હોવાના સમાચારો જાહેર થઈ રહ્યાં છે ત્યારે ભાજપ તરફથી આ અંગે જાહેરમાં કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આ એક રહસ્ય ઊભું થયું છે.

આ અંગે ભાજપના સત્તાવાર પ્રવક્તા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાની કોઈ વાત ધ્યાનમાં નથી. ભાજપની વિચારધારા સ્પષ્ટ છે. લોકો આ વિચારધારા સાથે આકર્ષિત થઈને જોડાતાં હોય છે.

આમ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યાં અંગે ભાજપ કંઈ સ્પષ્ટ કહેવા તૈયાર નથી. ભાજપના સૌરાષ્ટ્રના નેતાઓ એવું માને છે કે, પોતાનું મહત્વ વધારાવા માટે અલ્પેશ આવું કરી રહ્યો છે. ખરેખર તો ભાજપ તો આ પ્રશ્ન અંગે નેતાઓ મૌન છે અને પ્રવક્તા પોતાની જાણકારી પ્રમાણે વાત કરી રહ્યાં છે.

અગાઉ શું કહ્યું હતું ભાજપે

23 ઓક્ટોબર 2017માં ભાજપે જાહેર કર્યું હતું કે, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી હતી કે અલ્પેશ ખોડાજી ઠાકોર પહેલાથી જ કોંગ્રેસમાં જોડાયેલા હતા. ભાજપના નેતા રવીશંકર પ્રસાદે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇમાં જોડાયેલો હતો. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પર એક પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. તેઓ યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટણી લડ્યા હતા. જે ચૂંટણી હારી ગયો હતો.

ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ડ્રામેબાઝ પાર્ટી છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયાના ડ્રામા કરી રહી છે પણ વાસ્તવમાં અલ્પેશ કોંગ્રેસ સાથે જોડાયેલા જ હતા. તેનું કુળ કોંગ્રેસની છે. તેમના પિતા પણ કોંગ્રેસના નેતા છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ છે.

અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તે મામલે જણાવતા પ્રસાદે કહ્યું હતું કે અગાઉ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં અખિલેશ સાથે જ્યારે કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સાથે પણ જોડાણ કર્યું હતું છતા પક્ષે આ બન્ને રાજ્યોમાં હારનો સામનો કરવો પડયો હતો.