અલ્પેશ ઠાકોરના મિત્ર ધવલ દૂધે ધોયેલા નથી

ધવલસિંહ ઝાલા પણ દૂધ જેવા ધવલ નથી અરવલ્લી જિલ્લાના પ્રશ્નો માટે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલાને હવે અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાથી તેમને અપ્રિય થઈ રહ્યા હોવાનું લાગતા તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમને અધિકારીઓ પણ હવે જવાબ આપતાં ન હોવાનું જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું હતું. ચૂંટણી વખતથી જ ઝાલાનો વિરોધ 26 નવેમ્બર 2017મા અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ધવલ ઝાલાને અલ્પેશ ઠાકોરે ટિકિટ અપાવી હોવાથી અહીં ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસ પક્ષના 6 આગેવાનોએ પણ અપક્ષ ઉમેદવારી કરી હતી. આમ તેઓ લાગવગથી ટિકિટ લાવેલાં હોવાથી કોંગ્રેસમાં જો વિરોધ હતો. વિધાનસભા બેઠક પર જાતિવાદી રાજકારણ ગરમાયું હતું. તેમની ટિકિટ બદલીને બીજાને આપવા માટે રજૂઆતો થઈ હતી પણ અલ્પેશ ઠાકોરે
પક્ષનું હિત વિચારવાના બદલે પોતાનું હીત વિચારીને ઝાલાને ટિકિટ અપાવી હતી. બાયડ અને માલપુર કોંગ્રેસના હજારો કાર્યકરોએ
આયાતી ઉમેદવાર નહીં ચાલે તેમ કહીને સાઠંબા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનના હોદેદારો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સદસ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદના વતની અને ભાજપના સભ્ય હતા અમદાવાદના નરોડા વિસ્તારમાં ધવલસિંહ ઝાલા રહે છે, આયાતી ઉમેદવાર ગણે છે. બાયડ કોંગ્રેસનો કોઈ જ ટેકો મળતો નથી, કોંગ્રેસને વફાદાર રહેવાના બદલે અલ્પેશ ઠાકોરને વ્યક્તિગત વફાદાર રહીને કોંગ્રેસમાં જૂથવાદ ઊભો કરી રહ્યા હોવાનો આરોપ તેમના પર પક્ષમાં મૂકવામાં આવી રહ્યો છે. તેઓ અગાઉ ભાજપ સાથે સંકળાયેલા હોવાના મુદ્દે કોંગ્રેસ કાર્યકરો એ આ ઉમેદવાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
ઝાલાને બદલવા માંગણી કરાઈ હતી અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કીર્તીભાઈ પટેલ,આરોગ્ય સમિતિના ચેરમેન માનવેન્દ્રસિંહ સોલંકી અને જિલ્લા પંચાયતના સદસ્ય જશુભાઈ એસ.પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ધવલસિંહ ઝાલા ને
બદલવા અને સ્થાનિક ઉમેદવારને પસંદ કરવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. માનવેન્દ્રસિંહ સોલંકીએ પક્ષને કહી દીધું હતું કે, પક્ષે સંનિષ્ઠ
કાર્યકરોને અવગણી આયાતી ઉમેદવારને ટીકીટ આપતાં વિરોધ થયો હતા. શંકરસિંહના પૂત્ર મહેન્દ્ર વાઘેલાને હરાવવા અલ્પેશ ઠાકોરનું
કાવતરૂ કર્યું હતું. શંકરસિંહ લાઘેલાના ડ્રાઈવર તરીકે રહીને આગળ આવેલાં અલ્પેશ ઠાકોરે તેમના પુત્ર મહેન્દ્ર વાઘેલાને હરાવવા માટે
કાવતરું રચ્યું હતું.

વિરમગામ બેચરાજીમાં જાહેર સભામાં તેમણે ઉદ્યોગો સામે આંદોલન કરવાનું આક્રમક પ્રવચન કર્યું હતું. જેના કારણે ગુજરાત બહારના
લોકોને નહીં પણ સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે ઉશ્કેરણી જનક પ્રવચન આપ્યું ત્યાર બાગ ગુજરાતમાં તોફાનો થયા હતા.
આમ ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હવે તેમની સામે અધિકારીઓ પણ નારાજ છે.