ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમને કંઈ ખબર નથી કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ઠાકોર સેના એ સામાજિક સંગઠન છે. હાલના સંજોગોમાં અમારી પાટણ સેના ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલી નથી. પણ કદાચ અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવું હોય, તો અલ્પેશ ઠાકોરે પાટણ જિલ્લાની ઠાકોર સેના ભેગી કરીને તેમનો વિશ્વાસ લેવા પડશે.
જીબાજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જો તેમને જોડાવું હોય તો આખા ગુજરાતના ઠાકોર સેનાના પ્રમુખોને વિશ્વાસમાં રાખીને દરેકના મંતવ્યો જાણવા પડે. દરેકનો જે અભિપ્રાય હોય તે તેમણે લેવો પડે. જો તેઓ પૂછ્યા વગર નિર્ણય કરે તો તેમાં સંગઠન ક્યાંક ને ક્યાંક નારાજ થઈ શકે છે.
અલ્પેશ ઠાકોર રાજકીય શોદાબાજી માટે જાણીતા છે. તેઓએ લોકસભાની ચૂંટણીમાં પણ શોદાબાજી કરીને કામ કર્યું હતું. તેથી હવે તેમના પર ઠાકોર સેનાને પણ ભરોશો નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હજી કોઈ કોન્ક્રિટ વાત નથી. એટલે અત્યારે આ બધું કહેવાનો કોઈ મતલબ નથી. જોઈએ આવનારા દિવસોમાં.