અલ્પેશ ઠાકોરનો ફરી એક વખત કારમો પરાજય

લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની દાદાગીરી સામે કોંગ્રેસના નેતા અમિત ચાવડા ઝૂકવાના બદલે મેરિટ પ્રમાણે ટિકિટ આપતાં અલ્પેશ ઠાકોરને કારમી હાર માની લેવી પડી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ખોડાજી ઠાકોરની પેઢી હોય તેમ 4 બેઠક પર પોતાના ઉમેદવાન મૂકવા માટે દાદાગીરી કરી હતી. આ બેઠકમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા પર પોતે કહે તે ઉમેદવાર મૂકવા માટે માંગણી કરી હતી. તે અમિત ચાવડાએ હિંમત બતાવીને તેમને જમીન નીચે બે ગજ જમીન બતાવી દીધી છે. અગાઉ પોતાના પિતા ખોડાજી ઠાકોરને બચાવવા જતાં અમિત ચાવડાએ અમદાવાદ જિલ્લા પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી હતી.

આમ અલ્પેશ ઠાકોરનો ઉપરાછાપરી પરાજય થતાં અને કોંગ્રેસમાં હવે તેનો કોઈ ભાવ પૂછતું ન હોવાથી બીજી એક ધમકી આપી છે કે જો અમિત ચાવડા કે રાહુ ગાંધી તેનું ન માનતાં હોવાથી તેઓ ઠાકોર સેનાને કોંગ્રેસના સમર્થનમાંથી પરત ખેંચી લેશે. તરછોડાયેલા અલ્પેશની ઠાકોર સેના આગામી 5મી તારીખે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે.

રાજ્યમાં ઠાકોર સેનાના લોકોને ટિકિટ ન મળતાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઠાકોર સેનાના જિલ્લા ક્ધવીનર જીબાજી ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠાકોર સેનાના લોકોને એકપણ લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી નથી. જેના કારણે ઠાકોર સેના કોંગ્રેસ સાથે છેડો ફાડશે. 5 તારીખે અમદાવાદના રાણીપ ખાતે સેનાના અધ્યક્ષો સાથે મળીને અલ્પેશ ઠાકોરના ઘરી બેસીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.  ગત વિધાનસભામાં ઠાકોર સેનાએ કોંગ્રેસને ટેકો આપતાં તેની વિપરીત અસર ચૂંટણી પરિણામો પર જોવા મળી હતી. ભાજપના અમિત શાહે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાનો ઈન્કાર કરી દેતા હવે તે રાજકારણમાં એકલો પડી ગયો છે.