અલ્પેશ ઠાકોરે અમારા સમાજને રૂ.1900 કરોડના ખાડામાં ઉતાર્યો – રામજી

અલ્પેશ સામે નવું સંગઠન રચનાર રામાજી ઠાકોરનું નિવેદન
અલ્પેશ સામે રાષ્ટીય ક્ષત્રિય ઠાકોર સેનાનું રાજીનામું છે. અલ્પેશ ઠાકોરે અમારા સમાજ ને 1900 કરોડ ના ખાડામાં ઉતાર્યો છે. અલ્પેશે અમારા સમાજ ને રોજગારી આપવાની વાત કરી હતી. 7 વર્ષ સુધી યુવાનો રોજગારી મળશે તે લાલચમાં અલ્પેશ પાછળ દોડતા રાખ્યા હતા. અમારા યુવાન પોતાનો રોજગાર છોડી અલ્પેશ પાછળ દોડતા રાખ્યા હતા. આ ખર્ચ 1900 કરોડ કરતા પણ વધુ થાય છે.

અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલાં આંદોલન તેઓ ભૂલી ગયા છે અને પ્રજાને હવે ખોટા માર્ગે દોરી રહ્યા છે.

શું હતા તેમના વાયદા અને વચનો ?

31 ઓક્ટોબરે 2011, મારૂતી સુઝુકીએ પોતાનો નવો પ્લાન્ટ મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ચુંવાળ પંથકમાં સ્થાપવાની જાહેરાત કરી હતી. અહીંના ભાજપના સાંસદ જયશ્રીબેન પટેલ રહ્યાં છે. તેના 6 વર્ષ પછી 6 જાન્યુઆરી 2017માં ગુજરાતના પ્રદેશ વાદી અને જ્ઞાતિ વાદી નેતા અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી ધમકી આપી હતી કે શક્તિ પીઠ બહુચરાજીની સુઝુકી અને હોન્ડા કંપનીમાં જો બેરોજગાર યુવાનો માટે 85 ટકા ગુજરાતના લોકોને નોકરીએ રાખવાની  જાહેરાત નહિ કરો તો વાઇબ્રન્ટ ગુજરાત થવા નહીં દઇએ.

ગુજરાતમાં બેરોજગાર યુવાનોની બહુચરાજીથી રેલી કાઢી તેઓ અમદાવાદ આવ્યા હતા. સમાજના યુવાનો રોજગારી આપવાના મુદ્દે બહુચરાજીથી આ રેલી શરૂ કરાઈ હતી. ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી,એસ.સી અને એસ.ટી.એકતા મંચના હોદેદારો અમદાવાદના ગાંધી આશ્રમ તરફ બેરોજગાર યાત્રાનો આરંભ કરે તે પહેલા યાત્રાધામ બહુચરાજી આવ્યાં હતાં.

પોલીસ કાફલા સાડા પાંચ કિલોમીટર લાંબી રેલામાં 1500 બાઈક, 200 ફોરવ્હીલર અને 8 ટ્રક જોડાઈ હતી. અમદાવાદમાં પહોંચતા સુધી 10 હજાર લોકો જોડાયા હતા. અમદાવાદમાં વાહન વ્યવહાર ખોરવી નાંખ્યો હતો.

રેલીમાં પાટીદાર, ઠાકોર, ક્ષત્રીય, બ્રાહ્મણ સહિતના તમામ જ્ઞાતીના આગેવાનો એક મંચ પર હોવાથી આ રેલીમાં ‘જય ગુજરાત’ના નારા લાગ્યા હતા. રેલીમાં પોલીસે લોકોને રોકી દેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓને નોકરી આપે છે. અમારા માણસોને અહીં નહીં આવવા દો તો અહીં જલિયાવાલા બાગ થઇ જશે, તો પણ નહીં હટીએ.

બહારના લોકોને નોકરી નહીં આપવાની અને ગુજરાતના 85 ટકા લોકોને નોકરીએ રાખવાની 9 વાગ્યા સુધી સરકાર કોઇ જાહેરાત નહીં કરે તો વાઇબ્રન્ટ થવા નહીં દઇએ અને અહીંથી કોઇ હટશે નહીં. જો કોઇ જાહેરાત નહીં થાય તો આખા રાજ્યમાં ભાજપની કોઇ સભા થવા દઇશુ નહીં. સરકાર આજે યુવાનોનું કંઇ સાંભળતી નથી.

ગુજરાતમાં સ્થપાતાં ઔધોગિક એકમોમાં 85 ટકા સ્થાનિક બેરોજગારોને ભરવામાં આવે તેવી અમારી પ્રબળ માંગણી છે. સરકાર આ બાબતે ઉપેક્ષા રાખશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી રોકવા જઈશ. મને ગોળીએ વીંધી દેવો હોય તો વીંધી દેજો. કાં અમે નહી અને કાં તમે નહીં.

મારા ગુજરાતના યુવાનોને નોકરીઓ આપો નહીતર સિંહાસન ખાલી કરો, જેવી ચીમકી ઉચ્ચારી હતી. હાંસલપુર ગામે મારુતી પ્લાન્ટ સામે હજારોની સંખ્યામાં ઉમટી પડેલી ઠાકોર સેનાને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે, રાજયમાં દિનપ્રતિદિન બેરોજગારીનું પ્રમાણ વધી રહયું છે. શિક્ષિત બેરોજગારો રોજગારી માટે ઝઝુમી રહયાં છે.

વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૃપિયાના એમઓયુ કરવામાં આવી રહ્યાં છે. 85 ટકા સ્થાનિક બેરોજગારોને નોકરી આપવામાં આવે તેવી અમારી પ્રબળ માંગણી છે. બહુચરાજીમાં મારુતિ સુઝુકી, હોન્ડા જેવી અનેક કંપનીઓ સ્થપાઈ રહી છે. ત્યારે આવી કંપનીઓમાં 85 ટકા સ્થાનિક બેરોજગારોને ભરવામાં આવે અને આ માંગણી ક્ષેત્રે ઉપેક્ષા સેવવામાં આવશે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનો અને દેખાવો કરવામાં આવશે.

સભા બાદ મારુતિ સુઝુકી પ્લાન્ટનથી હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનો સાથે અમદાવાદ ગાંધી આશ્રમ તરફ કૂચ કરી હતી.

ગાંધીનગરમાં 9 ઓક્ટોબરના રોજ મહાસંમેલન યોજવાની જાહેરાત કરી હતી. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંઠણીમાં ચૂંટણીમાં ઓબીસી નેતાની સરકાર બનશે અને પોતે ચૂંટણીમાં 182 ઉમેદવારો ઉભા રાખશે એવી જાહેરાત કરી હતી.  પણ ત્યારે કોઈ સમજી શક્યું ન હતું કે તે બેરાક લોકોને રાજરમતમાં ખેંચી રહ્યો છે અને મુર્ખ બનાવી રહ્યો છે.

અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે. ગુજરાતના તમામ નેતાઓ અલ્પેઠના આર્થિક નાટકથી ખફા છે અને વિરોધ કરી રહ્યાં છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજને તેમણે કોઈ ન્યાય આપ્યો નથી. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાના નામે અલ્પેશ ઠાકોરે આર્થિક અને રાજકીય લાભ મેળવ્યા છે. 2017માં પક્ષ સાથે ડીલ કર્યું, ખાનગી શોદાબાજી કરી હતી.

અલ્પેશ ઠાકોરની હુમશાહી અને અહંમના કારણે ઠાકોર સેના છોડનાર રમેશ ઠાકોર કહે છે તે, ઠાકોર સેના ઊભી કરનારા અમે હતા. નક્કી કર્યું હતું કે ઠાકોર સેનાના નામે કોઈ રાજકાણમાં નહીં જાય. તેમ છતાં તે રાજકારણમાં ગયો છે, માત્ર સ્વાર્થની રાજનીતિ તે રમે છે. ઠાકોરના કલ્યાણ માટે તેને કંઈ પડી નથી. તેમણે ઉપાડેલી સામજીક ચળવળ કેમ બંધ કરી દીધી છે. શું થયું તેમાં ?

ઠાકોર સેનાને ઢાલ બનાવીને અને ઠાકોર સેનાનું નામ લેવાનું અને વ્યક્તિગત લાભ મેળવવાનો તેનો હેતુ છે. તેની સાથે ઠાકોર સમાજ અને ઠાકોર સેના નથી. કારણ કે તે વિશ્વનિયતા ગુમાવી ચૂક્યા છે. સમાજ સમજી ગયો છે. ઠાકોર સેના કે સમાજ સહકાર નહીં આપે. વારંવાર નાટક કર્યા છે. ખેલ કર્યા છે. સમાજની આવરૂ ઓછી થઈ છે.

5000 માણસ અલ્પેશ ઠાકોર ભેગા કરી શકે તેમ નથી. તેને પડકાર ફેંકું છું કે તે 5000 માણસો ભેગા કરી બતાવે. તેણે સમાજ સાથે દગા કર્યો છે. તેથી તેની સાથે હવે કોઈ નથી. કોંગ્રેસમાંથી બહાર થઇ ગયેલા રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો તેમના જ સમાજમાં વિરોધ વધી રહ્યો છે. ધારાસભ્ય બન્યાં પછી તેઓ સમાજના કાર્યક્રમોમાં હાજરી નથી આપતા તેવા આરોપ લાગી રહ્યાં છે. બનાસકાંઠાના લખાણીના પ્રમુખ ધુખાજી ઠાકોરની દીકરીનાં લગ્નનું તેમને આમંત્રણ અપાયું છે અને તેઓ આ પ્રસંગમાં હાજરી નહીં આપે તો પાંચ હજાર જેટલા ઠાકોર સેનાનાં કાર્યકર્તાઓ રાજીનામું આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

90 કરોડ આપ્યા

કોંગ્રેસની ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને રૂ. 90 કરોડમાં ભાજપના દિલ્હીના નેતાએ કામ સોંપ્યુ છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે રૂ. 90 કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ અમદાવાદ થતાંં ભાજપ અને અલ્પેશ માટે મુશ્કેલી ઊભી થઈ છે.

દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે  અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની 4 લોકસભા બેઠક હરાવવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને ઠેકો આપ્યો છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી રૂ.90 કરોડ લીધા છે.

તેથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલો છે. તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. આજે લાખણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોરને લઇને આ વિવાદિત નિવેદન આપ્યું હતું.  ઉદ્ધાટન વખતે ધારાસભ્ય શિવા ભુરીયા, વસંત ભટોળ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખયની છે કે, કોંગ્રેસપક્ષમાં સતત ઉપેક્ષા અને અવગણના થતી હોવાનો બળાપો ઠાલવી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારે હવે તેના જ સમાજમાં ખુદ ઠાકોર સમાજના આગેવાનો જ અલ્પેશને નિશાને લઇ રહ્યા છે.