અલ્પેશ ઠાકોરે અમિત ચાવડાને પડકાર ફેંક્યો, ઠાકોર સેના બંધ નહીં થાય

અલ્પેશ ઠાકોર એવું માને છે કે તે કોંગ્રેસ છોડી શકે છે પણ ઠાકોર સેના નહીં છોડી શકે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ પણ આવી જ સેના કોંગ્રેસમાં બનાવી હતી. જે કોંગ્રેસે બંધ કરાવી દીધી હતી. આવું જ કંઈક અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની સાથે ચાલતાં વ્યક્તિગત સંગઠનો બંધ કરી માત્ર કોંગ્રેસના સંગઠનો જ ચલાવવા માટે સૂચના આપી હોવાનું માનવામાં આવે છે. તેથી તેમણે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પડકાર ફેંકતાં હોય તેમણે કહ્યું હતું કે, ઠાકોર સેના તો ચાલુ રહેશે.

ત્રણ વર્ષ પહેલા મૂળ કોંગ્રેસના એવા અલ્પેશ ઠાકોર પોતે ઠાકોર સમાજમાં દારુ બંધ કરાવવા દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગણીઓ લઈને નીકળેલા અલ્પેશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું શરણ લઈને રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ત્યાર બાદ ઠાકોરોના મત ન મળવાના મુદ્દે કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓ સાથે તેમના મતભેદો ઊભા થયા હતા. અમિત ચાવડા, પરેશ ધાનાણી સાથે મનમેળ ન થતા ભાજપ તરફ જોક શરૂ કર્યો હતો, અને ભાજપના પ્રદેશ નેતાઓથી લઈને દિલ્હી નેતાઓ સુધી સંપર્ક શરૂ કર્યો હતો. પરંતુ ભાજપમાં આવવા માટે અલ્પેશ ઠાકોરે મંત્રીપદની માંગણી કરી છે.

ગુજરાતમાં ઠાકોર સેના નામે નેતાગીરી કરીને કોંગ્રેસના ધારાસભ્ય પદ સુધી પહોંચેલા અલ્પેશ ઠાકોર માત્ર એક વર્ષના જ ગાળામાં કોંગ્રેસ છોડીને ભાજપ તરફ એટલા માટે જઈ રહ્યાં છે કારણ કે ભાજપના મજબૂત ઠાકોર નેતા અને વિજય રૂપાણીની ભાજપ સરકારના રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર સામે ત્રણ પુત્રવધૂ ઉપર બાળકીઓને જન્મ આપવા બદલ અત્યાચાર કરવાનો મામલો જાહેર થયા બાદ તેમના સ્થાને હવે ભાજપે અલ્પેશ ઠાકોરને બેસાડવા માટે વિચારણા કરી હતી. ભાજપના નેતાઓ સાથે તેમણે બેઠક પણ કરી હતી. અલ્પેશ ઠાકોરે ભાજપમાં આવવા માટે મંત્રીપદની માંગણી કરી હોવાથી ભાજપ દ્વારા આગામી દિવસોમાં વર્તમાન મંત્રી દિલીપ ઠાકોરને મંત્રી પદેથી પડતા મુકીને તેમના સ્થાને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, અલ્પેશ ઠાકોર તાજેતરમાં ભાજપના હાઈકમાન્ડ સાથે દિલ્હીમાં બેઠક કરી છે.