અમદાવાદના ઘોડાસર આશાપુરી સોસાયટીમાં રેહતા ભદ્રેશ પંડ્યાએ શક્તિ નામનું કૂતરું પાળ્યું હતું. પાળેલાં કૂતરાએ ચાર જણાને કરડ્યા હતા. કુતરાના માલિક ભદ્રેશ હીરાલાલ પંડ્યાની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરીને અદાલતમાં ખટલો ચલાવ્યો હતો. જેમાં ન્યાયમૂર્તિએ કુતરાના માલિકને ગુનેગાર સાબિત કરીને 1 વર્ષની જેલ અને રૂ.3 હજારનો દંડ કર્યો છે.
ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે, કૂતરાને નિયંત્રણમાં રાખવા પડે. કૂતરાથી બીજાની જિંદગી કે શારીરિક સલામતી જોખમાય તે રીતે વ્યથા કે મહાવ્યથા પહોંચાડનારું પૂરવાર થયું છે. આરોપીનો કૂતરો ડોબરમેન હતો તેને છૂટો રાખ્યો તે આરોપીની બેદરકારી ગણાય.
કૂતરાના માલિક ભદ્રેશ પંડ્યાએ 7-2-2014માં ભય ફેલાય તે રીતે કૂતરાને છૂટો મૂકી દીધો હતો. જેના લીધે જય પટેલ, વ્યોમ કાયસ્થ, તક્ષીલ પટેલ અને અવિનાશ પટેલને બચકાં ભરી ઈજા પહોંચાડી હતી. જે અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 15 સાક્ષી અને 7 દસ્તાવેજોને આધારે કેસ સાબિત થયો હતો.
શહેરમાં રહેતાં પશુથા મોત થાય તો શું
પણ રખડતા પશુ કે જેની માલિકા માલધારીની હોય છે તેના કારણે હજારો લોકો અપંગ થઈ ગયા છે અને સંકડો લોના મોત થયા છે. છતાં આજ સુધી રસ્તા પર છોડાતી ગાય કે ભેંસના માલિકને જેલની સજા થઈ નથી. 2008માં 821 લોકોના મોત પશુઓના ભારતમાં અકસ્માત થયા હતા . કુલ અકસ્માતોમાં તેનું પ્રમાણ 0.2 ટકા છે. જે વધીને 2009માં 0.3 ટકા થઈ ગયો હતો.