આઇટી ઇન્ડસ્ટ્રીઝ :વર્ષે 30-40 હજારની છટણી

બેંગ્લુરુ,તા.૧૯
રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઈનાÂન્શયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પઈએ કÌšં કે, જા અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઈટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કÌšં કે, આઈટી ઉદ્યોગ પર દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણાં ફેરફાર થાય છે અને તેના કારણે જ લોકોની છટણી કરવામાં આવતી હોય છે.

પશ્ચિમના દેશોમાં તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં આવી Âસ્થતિ સર્જાય છે. ભારતમાં પણ જ્યાં કોઇ ક્ષેત્રે પરિપક્વ થઇ જાય છે. ત્યારે ત્યાં મધ્યમ સ્તરના ઘણા કર્મચારીઓ એવા હોય છે જેઓ મળી રહેલા પગાર અનુસાર મૂલ્ય વર્ધતી કરી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે કંપનીઓ ઝડપથી વૃદ્ધિ કરતી હોય ત્યારે બઢતી થતી હોય છે પરંતુ જ્યારે તેમાં નરમાઇ કે મંદીનો માહોલ સર્જાય છે ત્યારે ઉંચા સ્તરે રહેલા અધિકારીઓ-કર્મચારીઓ જેઓ તગડો પગાર લેતા હોય છે તેમની સંખ્યા વધી જાય છે. આવી Âસ્થતિમાં કંપનીઓએ સમયે સમયે પોતાના કાર્યબળનું પુનઃમૂલ્યાંકન કરવું પડે છે અને કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડે છે.