આઉટસોર્સિંગથી નાગરિકોનું સરકાર શોષણ કરે છે – કોંગ્રેસ

ગાંધીનગર: સરકાર દ્વારા દ્વારા આરોગ્ય વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી આઉટ સોર્સિંગથી થઈ રહી છે તેમાં કર્મચારીને લઘુતમ વેતન અપાતું નથી તો તેમને લઘુતમ વેતન આપવું જોઈએ તેવી માંગણી કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા કરવામાં આવી હતી.
વિધાનસભામાં આજે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા જણાવાયું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ જિલ્લા પંચાયતોની આરોગ્ય શાખામાં ‘મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર’ ની જગ્યાઓ ભરવા માટે સરકારે પ્રાઈવેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં સરકાર કર્મચારીના પગાર પેટે 17 હજાર રૂપિયા ચૂકવે છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પ્રતિ કર્મચારીને વધુમાં વધુ 8 હજારથી વધુની રકમ ચૂકવવામાં આવતી નથી. તો આ કર્મચારીઓને લઘુતમ વેતન ચુક્વવામાં આવે તે અંગે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.