આચાર સંહિતા ભંગની 101 અને VIGILમાં 650 ફરિયાદો થઈ

આચારસંહિતા તથા ફરીયાદ નિવારણ
આચાર સંહિતા ભંગની કુલ – ૧૦૧ ફરિયાદો મળેલ છે. રાજ્યમાં જાહેર ઈમારતો પરથી કુલ–૯૮૫૦૬ જાહેરખબરો ના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ-૧૮,૫૮૨ જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
આમ, સમગ્ર રાજ્યમાં કુલ -૧,૧૭,૦૮૮ જાહેરખબરોના પોસ્ટરો,બેનરો,દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર તથા ખાનગી ઈમારતો પરથી દુર કરવામાં આવેલું છે. તે દૂર કરવા માટે રાજકીય પક્ષો પાસેથી ખર્ચ વસુલ કરવામાં આવ્યું નથી.
VIGIL માં કુલ – ૬૫૦ ફરિયાદો મળેલી છે. તે પૈકી ૧૪૧ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવેલી જ્યારે બાકીની ૪૦૯ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવેલો છે.