રાજય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે બનાવવામાં આવેલા ફી નિર્ધારણ કાયદાનો અમલ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કરી શક્યા નથી. બેફામ ફી ઉઘરાવવામાં આવી રહી છે ત્યારે લોકોની સાથે કાયદાથી છેતરપીંડી કરવા માટે બીજા કાયદા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ્કિ શિક્ષણ સુધારા વિધેયક રજૂ થશે. જે માત્ર ભ્રમ પેદા કરવા માટે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કરી રહ્યાં હોવાનું લોકોને લાગી રહ્યું છે.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપનાને લગતું વિધેયક રજૂ થશે.
મંજૂરી વગર ચાલતી શાળાઓને દંડવા માટે કાયદો લાવવામાં આવી રહ્યો છે. હાલ જે નિયમો અને કાયદો છે તેનો અમલ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કરાવતાં નથી અને નવો મતલબ વગરનો કાયદો લોકોને ભ્રમિત કરવા માટે લાવી રહ્યાં છે. શિક્ષણ અધિકારી પાસે શાળાઓ સામે પગલાં ભરવાની પૂરતી સત્તા છે. તેમ છતાં તેઓ તેમની પાસેથી કામ લેવામાં નબળા પૂરવાર થયા છે.
કરોડો રૂપિયાનો વહિવટ કરીને પેપર લીક કરતાં તત્ત્વો ચારે બાજુ ફરે છે. તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતી નથી ત્યાં તેમને સજા કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક લાવવામાં આવશે. આ પણ છેતરપીંડી સમાન છે.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપનાને લગતું વિધેયક ભાજપ સરકાર લાવી રહી છે. જે યુનિવર્સિટીના હજુ ઠેકાણા નથી ત્યાં લોકોને બતાવવા માટે આ કાયદો ભૂપેન્દ્રસિંહ લાવી રહ્યાં છે. દરેક વાયબ્રંટ સમયે લોકોને છેતરવામાં આવે છે તેમ આ નવમી વાઈબ્રન્ટ ગુજરાત પરિષદ વખતે રોકાણકારોને અને બુદ્ધિજીવીઓ પર પ્રભાવ પાડવા માટે તથા બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત કંઈક કરી રહ્યું છે એવું બતાવવા માટે આ થઈ રહ્યું છે. ખરેખર તો ગુજરાત રાજ્ય અને તેમની પાંચ કૃષિ યુનિવર્સિટી બાયોટેકનોલોજી માટે કંઈ કરી શકી નથી. તેમાં પણ કૃષિ વિભાગ સાદંતર નિષ્ફળ ગયું છે. ત્યારે હવે બાયોટેકનોલોજીનો કાયદો પણ લાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતની સડકો પર લાચાર લોકો ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને રોજગારી આપવા માટે અને મકાન આપવા માટે કંઈ કરી શકી નથી. આવા 2 લાખથી વધું લોકો છે જેમના માટે જીવન સુધારવા માટે કામ કરવાના બદલે હવે ભીખારીઓને જ રસ્તા પરથી દૂર કરવા માટે ગુજરાત ભિક્ષા પ્રતિબંધક (સુધારા) વિધેયક લાવવામાં આવશે. હાલ પણ આ કાયદો તો છે. જેમાં ભીખારીઓને પકડીને લઈ જઈ શકાય છે. તેમ છતાં સરકાર સારા ભિક્ષુક ગૃહ પણ ઊભા કરી શકી નથી. 22 વર્ષમાં તેમને સદંતર નિષ્ફળતા મળી છે.
ગુજરાત માલિકી ફ્લેટ (સુધારા) વિધેયક, ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક, ગુજરાત જીએસટી (સુધારા) વિધેયક તથા ફોજદારી કાયદો (ગુજરાત સુધારા) વિધેયક લાવવામાં આવી રહ્યાં છે. જેમાં તો મોટાભાગે લોકો પરનું કાનૂની આક્રમણ છે.
આ તમામ કાયદાઓમાં સુધારા કરતાં પહેલાં તેની જોગવાઈઓ પ્રજા વચ્ચે મૂકવી જોઈએ તેમ છતાં ભાજપના કાયદા પ્રધાન પ્રજા વચ્ચે મૂકતાં નથી. તેમણે આ મુસદ્દા સરકારની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવા જોઈએ. જે થયા નથી. એ બતાવે છે કે સરકાર આ કાયદામાં જોગવાઈ કરી રહી છે તે પ્રજાથી છુપાવવા માંગે છે. જે પ્રજા પરનું આક્રમણ પણ હોઈ શકે છે. જો તેમ ન હોય તો સરકારે પોતે જે કાયદાઓ લાવવા માંગે છે તે જાહેર કલકરવું જોઈએ.
ગુજરાતી
English




