આઝાદી પહેલા બહારવટીયા ગામ ભાંગતા, હવે ભાજપ ભાંગે છે – કોંગ્રેસ

રાજયનો ખેડુત પાણી, વિજળી, પાક વીમો, અને પાકના ભાવ સામે લડી રહ્યો છે, છતાં કઈને કઈ રીતે આપના નેતૃત્વવાળી સરકાર ખેડુતોના મુળ પ્રશ્નોનુ નિરાકરણ આપી શકી નથી તેથી ખેતી, ખેડૂત અને ગામડું ભાંગતા જાય છે. કપાસ અને સોયાબીનના નકલી બીટી બિયારણ વેચીને ગામડાઓને ભાજપ સરકાર ભાંગી રહી છે.

ખેડૂતો પાસેથી આંચકી લેવામાં આવી રહી છે.  22 વર્ષથી સંપૂર્ણ દયા જનક સ્થિતીમા ખેતી આવી ગઈ છે. ભાજપા સરકારે ખેતી-ખેડુત અને ગામડુ બચાવવા કોઇ લાંબા ગાળાનુ આયોજન કર્યુ નથી આઝાદી પહેલા ગામ ભાંગવાનું કામ બહારવટીયા કરતા હતા, તે કામ 22 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર કરી રહી છે. તેમ કોંગ્રેસના ખેડૂત નેતા મનહર પટેલે જણાવ્યું હતું.

ગામડાના લોકો શહેરોમાં હિજરત કરી રહ્યાં છે. શહેરોની વસ્તી વધી રહી છે. બેરોજગારીના ખપ્પરમાં ખેડૂતની બીજી પેઢી હોમાવા લાગી છે. ખેડૂતો કે સંગઠનો પોતાની મુશ્કેલી રજુ કરે ત્યારે તેમની સાથે દુશ્મનીનો ભાવ રાખી ખંડણીખોર કે બુટલેગર જેવો વહેવાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું.

બીયારણ, જંતુનાશક દવા, ખાતરની ગુણવતા અને તેના ભાવ બાબતે ખેડૂત વર્ગ પરેશાન છે, નકલી જંતુનાશક દવા, બિયારણ અને ખાતર અંગે અનેક ફરીયાદો દર વર્ષે નોંધાય છે, સરકાર પગલાં ભરતી નથી. પ્રતિબંધિત દવા ખેડૂતોને વેચવામાં આવી રહી છે.

બીટી કપાસનું નકલી બિયારણ મોટા પ્રમાણમાં બજારમા વેચાય છે. તેની હજારો ફરીયાદ પણ દર વર્ષે નોંધાય છે, પરંતુ નક્કર અને કડક કાર્યવાહી ન થવાને કારણે એકપણ કિસ્સામા એકપણને વેપારીને તે ગુનામા સજા આપની સરકાર કરી શકી નથી.

ખેતીવાડી ખાતાએ નકલી સોયાબીન બીટી બિયારણ પકડેલું પરંતુ સરકારી રાહે વહીવટ કરી ભીનુ સંકેલી નાખેલું અને આજ કંપનીના માલીકો આજે બીટી કપાસનું વેચાણ કરી રહી છે. પોતાના ઉત્પાદનના નામો પણ બદલીને કરોડોનો વેપાર કરે છે.