આણંદમાં 70 હજાર લોકોને સહાય આપી

આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ. ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.
ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ હેઠળ ૭૦ હજારથી વધુ લાભાર્થીઓને ઘરે ઘરે થી શોધી કાઢી રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો હાથો હાથ કોઇપણ જાતના વચેટિયા વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી ગરીબો,પીડિતો, વંચિતોને આ સરકાર છેવાડાના માનવીની સરકાર છે તેની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી છે.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ૬૧ ગામોમાં પાત્રતા ધરાવતા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત લાભાર્થીઓને શોધી કાઢવા એક માસની જનવિકાસ ઝુંબેશ જિલ્લા તંત્ર દ્વારા ચલાવવામાં આવી હતી.
એ ખંભાતનો વૈભવ વારસો પુનઃપ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુનઃજિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે.
ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને એક છત્ર હેઠળ લાવી સરકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે રૂપિયા ૭૫ હજાર કરોડની માતબર સહાય કરીને ખેડૂતોને મદદરૂપ થઇ છે.
રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૨૫ લાખ યુવાનોને સરકારી નોકરીમાં ભરતી કર્યા છે. વર્ષ ૨૦૨૦ માં વધુ ૩૫૦૦૦ હજાર યુવાનોની ભરતી કરવામા આવશે. આ ઉપરાંત ખાનગી , મેન્યુફેકચરીંગ, તેમજ સેવા ક્ષેત્રમાં ૧૨ લાખથી વધુ યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.
રૂપિયા પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પુરૂ પાડી રાજ્ય સરકારે તેની પાછળ રૂપિયા ૧૪૦૦ કરોડનો ખર્ચ કર્યો છે.
ગંગા સ્વરૂપા મહિલાઓને પેન્શનમાં વધારો કરી રૂ.૧૨૦૦ કરવામાં આવ્યુ છે.
વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ને ઘરનું ઘર મળે , શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના મોટા શહેરો સહિત નાના શહેરોમાં જીરો સ્લમની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી ૩૪૦૦ થી વધુ ઇન્ડીકેટર સાથે   સરકારની યોજનાઓનું સીધુ મોનીટરીંગ કરી રહ્યા છે