આયુષ્યમાન કૌભાંડ 3 – ભરુચના ડોક્ટર રંગે હાથ રાજકોટથી પકડાયા

27 નવેમ્બર 2019માં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં વણિક સમાજ માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પમાં રૂ.30ને બદલે રૂ.700 લેવામાં આવ્યા હતા.

પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધી છની ધરપકડ કરી હતી. જેમાં ભરૂચના ડોક્ટર અને એક મહિલાની સંડોવણી ખૂલી હતી. ભરૂચમાં દરોડા પાડ્યા હતા. ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના ડો.કેશવકુમારને આઇડી ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ડો.કેશવકુમારે તે આઇડીનો ગેરઉપયોગ કરી અન્ય સ્થળે પણ કાર્ડ કઢાવવાની કામગીરી કરાવી હતી

કૌભાંડમાં સામેલ સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધીની શોધખોળ હાથ ધરી હતી.

નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરા ઇ-388માં રહેતાં વિજય ઉર્ફ વિરેન્દ્ર વિપુલભાઇ માધાણી (વણિક) (ઉ.વ.52) તથા રામકૃષ્ણનગર-8 ભરતસ્મૃતિ ખાતે રહેતાં ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (વણિક) (ઉ.62) તથા સુરત કામરેજ જાનવી એપાર્ટમેન્ટ બ્લોક નં. 202માં રહેતાં શૈલેષ નવીનભાઇ ઘીયા (ઉ.28) અને તેના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામે આવેલા ભરૂચ નારાયણનગર-3, શકિતનાથ સર્કલ પાસે સી-27 ખાતે રહેતાં ભાવીન બાબુભાઇ વાઘેલા (ઉ.23) તથા ભરૂચ શહેનાઝ નગરી ઇખડ ગામના વસીમ જીવાશા દિવાન (ઉ.19) તથા ભરૂચના જંબુસર બાયપાસ રોડ વેલફેર હોસ્પિટલ સામે મહેફુઝ કોમ્પલેક્ષ ડી-201માં રહેતાં શાહીમખાન શરીફખાન પઠાણ (ઉ.19) તથા તથા સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી સામે આઇપીસી 409, 34 મુજબ ગુનો નોંધી કિશોર અને દિલીપ સિવાયના છ શખ્સોની ધરપકડ કરી હતી.