આયુષ્યમાન કૌભાંડ 4 – રાજકોટમાં નકલી કાર્ડ માટે કેમ્પ

આયુષ્માન કાર્ડ કાઢવાના નામે કૌભાંડ – ૩૦ રૂપિયાને બદલે લેવાતા હતા ૧૦૦ રૂ. કાર્ડ કાઢવા માટે લેવાતા હતા પ્રતિ વ્યકિત દીઠ ૭૦૦ રૂ.

રાજકોટની રમેશભાઇ છાયા સ્કુલમાં દશા સોરઠીયા વણિક સમાજના ગ્રુપમાં પહેલા મેસેજ ફરતો કરાયા બાદ
લોકો આયુષમાન કાર્ડ કઢાવવા પહોંચ્યા. ત્યારે એક એક ફોર્મ માટે રૂ.30ને બદલે 100 રૂપિયા અને કાર્ડ કાઢવા માટે પ્રતિવ્યકિત દીઠ 700-700 રૂપિયાની ઉઘરાણી કરવામા આવી રહી હતી. આ અંગે આરોગ્ય ચેરમેનને ખ્યાલ આવ્યો કે સરકાર તરફથી આવો કોઇ કેમ્પ યોજાયો નથી અને આ કાર્ડ પણ નકલી કાઢવામાં આવતા હતા. જેથી દરોડા પાડતા કાર્ડ કાઢતો શૈલેષ શાહ મીડિયા સામે બઘવાઇ ગયો હતો.

આરોગ્ય ચેરમેને દરોડા પાડ્યા. જેમાં માલૂમ પડ્યું કે બીપીએલ કાર્ડ લઇને જે લોકોનું નામ યોજનામાં ન આવ્યુ હોય તેમની પાસેથી રૂપિયા 700 ખોટી રીતે વસૂલીને આ આખુંયે કાંડ કરાતું હતું. જેથી આયુષ્માન ભારત કાર્ડ યોજનાના પ્રોજેકટ અધિકારીઓએ પોલીસને સાથે રાખીને 3 લેપટોપ તેમજ રોકડ રકમ કબજે કરી હતી.