આયુષ્યમાન કૌભાંડ 6 – અમદાવાદની 70 હોસ્પિટલની તપાસમાં શું થયું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આયુષ્યમાન કાર્ડ કૌભાંડ બહાર આવતાં અગાઉ સમગ્ર રાજ્યની હોસ્પિટલોની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં 70 હોસ્પિટલોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવારનો લાભ  મળી રહ્યો છે. શહેરમાં આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીને મળતી મફત તબીબી સારવાર આપતી હોસ્પિટલોમાં ગઈકાલે ખુલ્લી મુકાયેલી સરદાર વલ્લભભાઈ  પટેલ હોસ્પિટલનો પણ સમાવેશ થયો છે. શહેરની આ નવી વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સહિતની ૧૭ સરકારી હોસ્પિટલ  અને ૬૦ ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૭૭ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત યોજનામાં ગુજરાતની ૧૭૦૦થી વધુ સરકારી અને  ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ કેન્દ્રની આયુષ્યમાન ભારત યોજના નાગરિકો માટે બહુ ફાયદાકારક અને આશીર્વાદસમાન હોઇ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો, જેને લઇ આગામી દિવસોમાં તેના લાભાર્થીઓનો આંક વધે તેવી પૂરી શકયતા છે.

આયુષ્યમાન ભારત યોજનામાં જે હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે તેમાં

આકાશ આઈ કેર,

આલોક હોસ્પિટલ,

આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ,

આસ્થા બાવીસી આઈ હોસ્પિટલ,

સેન્ટર ફોર સાઈટ અમદાવાદ,

કોન્ટેક્ટ કેર હોસ્પિટલ,

દેવાંશ આઈ હોસ્પિટલ,

દીવા આઈ ઈન્સ્ટિટ્યૂટ,

ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલ,

આઈ કેર હોસ્પિટલ,

ફ્રેક્ચર એન્ડ ઓર્થોપેડિક્સ હોસ્પિટલ,

ગાયત્રી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર,

જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ,

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન,

જયદીપ હોસ્પિટલ, ક્રિષ્ના મેટરનિટી નર્સિંગ હોમ,

મવાણી કિડની કેર મેક્સ સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલ,

નાઈસ ચાઈલ્ડ કેર હોસ્પિટલ,

ઓજસ હોસ્પિટલ,

પામ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

પીએચસી પ્રાંજના હેલ્થ કેર,

રાજસ્થાન હોસ્પિટલ,

રૂદ્રાક્ષ હોસ્પિટલ,

સરદાર ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નિયોનેટલ કેર,

શાલિન હેલ્થ કેર,

શાંતામણિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

શિવમ મેડિકલ હોસ્પિટલ,

શ્રીજી આઈ હોસ્પિટલ,

શ્રેય મલ્ટિ ફેસિલિટીઝ, સિંધુ હોસ્પિટલ,

એસએમએસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ,

સુશિલાબહેન કોઠારી ચેરિટેબલ હોસ્પિટલ,

સ્ટિવન આઈ ક્લિનિક,

સ્વયંભૂ હેલ્થ કેર,

તૃષા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

સહયોગ જનરલ હોસ્પિટલ એન્ડ ર્નસિંગ હોમ,

કર્મદીપ ઓર્થોપેડિક એન્ડ સ્કિન હોસ્પિટલ,

લાઈફકેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ,

ન્યૂરો વન સ્ટોક એન્ડ ક્રિટિકલ કેર ઈન્સ્ટિટ્યૂટ,

શક્તિ જનરલ હોસ્પિટલ,

ઓમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ, ?

સિફા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

મારૂતિ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર,

ગ્લોબલ હોસ્પિટલ,

રૂદ્રાક્ષા હોસ્પિટલ,

શિવાલિક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

કાકડિયા હોસ્પિટલ,

ર્સ્ટલિંગ હોસ્પિટલ,

પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ,

એચસીજી હોસ્પિટલ,

એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ,

દેવશ્ય સુપર સ્પેશિયાલિટી એન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

અમદાવાદ આઈ લેસર હોસ્પિટલ,

શેલ્બી હોસ્પિટલ-નરોડા,

આસ્થા ઓર્થોપેડિક હોસ્પિટલ,

કણબા હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ,

તેજ આઈ હોસ્પિટલ અને

શેલ્બી હોસ્પિટલ-વિજય ચાર રસ્તાનો સમાવેશ થાય છે.