ગીરગઢડા પાસેના પડા ગામના ડુંગર પર પૌરાણિક ભળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં મંદિરમાં પુજારી સહિત કોઈ રાત રોકાઈ શકતું નથી. કોઈ રાતવાસો કરે તો સવારે તે ડુંગરની નીચે આવેલી કેનાલ પાસે સુતેલા જોવા મળે છે. તળેટીમાં ભૂતડાદાદા છે અને મંદિરમાં સફેદ નાગ મહાદેવના મંદિરનું રખોપું કરે છે. દર પુનમના દિવસે ભળેશ્વર મહાદેવનો રથ રાત્રી દરમિયાન આવે છે.