બનાસકાંઠાના હિંમતનગરના ઈલોલ ગામના બોરવેલે એક માસૂમનો જીવ લીધો. દોઢ વર્ષનું આ બાળક સોમવારે રમતા રમતા આ ૨૦૦ ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. અને બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા બાળકને બચાવવા માટે પણ તંત્ર નિષ્ફળ રહ્યું અને 12 કલાકની તનતોડ મહેનત બાદ પણ બાળકને બચાવી શકાયું નહિ. અને આખરે બાળકને બોરવેલમાં જ દફન કરવામાં આવ્યું.
દેશમાં જાણે બોરવેલમાં બાળકો પડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે વધું એક બાળકનો ખુલ્લા રહેલા બોરવેલે ભોગ લીઘધો લીધો છે. વાત છે સાબરકાંઠાના હિંમતનગરનાં ઈલોલ ગામની. ઈલોલ ગામમાં આસરે 200 ફૂટ જેટલા ઉંડા ખુલ્લા બેરવેલમાં એક બાળક રમતા રમતા પડી ગયો હતો. અને બાળકે બોરવેલમાં આસરે 50થી 70 ફૂટની ઉંડાઈએ જઈને ફસાઈ ગયું હતું.
દોઢ વર્ષના માસુમ રાહુલના બોરવેલમાં પડવાની ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા. જો કે બોરવેલની ઉંડાઈ વધું હોવાથી અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી. બાળકને સલામત રીતે બહાર કાઢવા માટે હિંમતનગર નગરપાલિકાની ફાયરની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા LED અને CCTV જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બાળકને બચાવવા માટે અમદાવાદથી પણ ફાયરબ્રિગેડની એક ટીમને હિંમતનગર મોકલી દેવાઈ હતી.
આસરે 50થી 70 ફૂટની ઉંડાઈએ ફસાયેલ બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે ઓકિસજન પણ પહોંચાડવાના પ્રયત્નો કરાયા હતા.જો કે બોરવેલમાં પડી ગયેલ આ બાળકનું છેલ્લા 12 કલાક સુધી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ચાલ્યું હતું. બાળકને સલામત બહાર કાઢવા માટે ફાયર ટીમ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવ્યા. તો ફાયર વિભાગ અને NDRF સંયુક્ત ઓપરેશન દ્વારા બાળકને પાંચ અલગ-અલગ પદ્ધતિ દ્વારા 25 થી 30 વાર પ્રયાસ કર્યા હતા. તેમ છતા દુખની વાત એ છે કે, બાળકને બહાર કાઢવામાં સફળતા ન મળી.
12 કલાકના કઠોર પરિશ્રમ બાદ પણ બચાવકાર્યની ટીમને સફળતા ન મળી અને બાળક બોરવેલમાં જ મૃત્યું પામ્યું. જો કે બાળક જે બોરવેલમાં પડ્યું હતું, તે બોરવેલ એટલો ઉંડો હતો, કે બાળકને મૃત બહાર નિકાળવામાં પણ સફતા મળે તેવી ન હતી. અને એટલે બાળકના પિતા, સમાજ અને અગ્રણીઓએ બાળકને બોરવેલમાં જ દફન કરવાની તૈયારી દર્શાવી.અને બાળકને બોરવેલમાં જ દફનાવામાં આવ્યું.
આ ઘટનામાં સામાન્ય પ્રશ્ન એ છે કે, શું આ ખુલ્લા બોરવેલ આવી જ રીતે બાળકોનો ભોગ લેતો રહેશે. શું ખુલ્લા બોરવેલને સુરક્ષાની દ્રષ્ટીએ ખુલ્લો ન રાખીને બંધ રાખવો તે લોકોની કે જે વ્યક્તિ દ્વારા બેરવેલ બનાવામાં આવ્યો છે, તેની નૈતિક ફરજમાં નથી આવતું. અને તેનાથી પણ એક મોટો સવાલ એ છે કે, ખુલ્લા બોરવેલ હોય ત્યા બાળક રમી રહ્યું હોય ત્યારે શું માતા-પિતા બાળકનું ધ્યામ ન રાખી શકે, ખુલ્લા બોરવેલમાં થતી આવી ઘટના માટે જવાબદાર કોણ છે. ?