ઉંચા દંડમાં અમદાવાદ પોલીસે કેટલો ભ્રષ્ટાચાર કર્યો ? એક મહિનામાં 1.25 કરોડનો દંડ

ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને પકડી, મેમો ઈસ્યુ કરી ભારે દંડ વસુલ કરવાનું શરૂ કરતાં  નવેમ્બર માસમાં ર૪૮૮૩ ટ્રાફિક નિયમન ભંગ કરતા ઈસ્યુ કરી રૂ. ૧.ર૪ કરોડ દંડના વસુલ કર્યા છે. જે દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કેટલો જુલમ થઈ રહ્યો હતો.

ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના વિભાગની પોલીસ પ્રજા પર અત્યાચાર ગુજારી રહી હતી. દંડ ન વસૂલીને પોલીસ દ્વારા અમદાવાદમાં 75 હજારથી વધું લોકોને જવા દઈને તેમની પાસેથી સવા બે કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પ્રજા અનુભવી રહી છે. કારણ કે દર ત્રીજા વાહન ચાલક પાસેથી ભ્રષ્ટાચાર દ્વારા ધોળે દિવસે લૂંટ ચલાવવામાં આવી રહી હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ પૈસા વસૂલવામાં આવતા હતા તો પછી સામાન્ય લોકો પાસેથી અવાવરૂ જગ્યાએ કેવી લૂંટ ચાલતી હતી તે ખ્યાલ આવે છે.

દ્વિચક્રી વાહન ચાલકોએ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી ેછ. જેથી અકસ્માતમાં જીંદગી બચી શકે, પરંતુ કાયદો હોવા છતાં દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર બિન્દાસ વાહન ચલવે છે. પરંતુ ટ્રાફિક પોલીસની લાલ આંખ તથા સઘન ઝુંબેશ હેલ્મેટ પહેર્યા વગર ચલાવતા વાહન ચાલકો બચી શકશે નહી. અને ભારે દંડ ચુકવવાની તૈયારી રાખવી પડશે.

મળતી માહિતી મુજબ ઓકટોબર માસમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોની સંખ્યા, જેમને મેમો ઈસ્યુ કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો તે સંખ્યા હતી ર૦પ૮, જયારે તે વધીને નવેમ્બરમાં વધીને ર૪૮૮૩ થઈ છે, દંડની રકમ જેમની પાસે વસુલ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના હેલ્મેટ નહી પહેરી દ્વિચક્રી વાહનચાલકો જ છે. રૂ.૧ કરોડ ર૪ હજાર માત્ર હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકો પાસેથી નવેમ્બરમાં વસુલ કરાયા હતાં. હેલ્મેટ ન પહેરી વાહન ચાલકો પોતાનો જીવ જાખમમાં મુકતા હોય છે. સાથેસાથે નિર્દોષ લોકોમાં પણ ભોગ લેતા હોય છે. તેજસ પટેલ ડી.સી.પી ટ્રાફિક જણાવે છે કે ટ્રાફિક નિયમો પરત્વે લોકોમાં જાગૃતિ આવે તે ભાવથી સાથે કામ કરી રહયા છે., દંડની રકમ વસુલાત તે ગૌણ બાબત છે.