સમૃદ્ધ જીવન મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિ. અથવા સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઈન્ડિયા લીમીટેડ કો.ઓ સોસાયટીના સંચાલકોએ ગુજરાત ભરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ.500 કરોડનું નાણાકીય કૌભાંડ આચર્યું છે. સાડા પાંચ વર્ષે બે ઘણી રકમ કરી આપવાની લાલચ આપીને કેન્દ્ર સરકારનું બોર્ડ મારીને આ કંપની 5 વર્ષથી ગુજરાતના લોકોને લુંટી રહી હતી.આ તમામ બાબતો ગુજરાત સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા જાણતાં હોવા છતાં લોકોની ધોળા દિવસે છેતરપીંડી થવા દીધી છે. ગુજરાતમાં 40 શાખાઓ ખોલી હતી. ગયા અઠવાડિયા ઉત્તર ગુજરાતમાં જ માત્ર રૂ.80 કરોડનુ કૌભાંડ આચર્યુ હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. સાડા પાંચ વર્ષે નાણાં બમણાં કરી આપવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં વધુ એક મની સરક્યુલેશન કૌભાંડ સામે આવ્યું છે. સમૃદ્ધ જીવન સંસ્થા દરેક જગ્યાએ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા મંજૂર થયેલી એવું તેની કચેરીમાં લખવામાં આવતું હતું. જેના રજીસ્ટર્ડ નંબર તે પોતાના સાઈન બોર્ડમાં રાખતી હતી. આઈએસઓ 9001 : 2008નું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આમ ઠગ કંપનીએ ગુજરાતમાં છેતરપીંડી માટે માયાજાળ રચી હતી. એક કા તીન માં રૂ. 1200 કરોડના સ્કેમના ઠગ અશોક જાડેજા કેસના 10 વર્ષ પછીનો આ મોટો કેસ છે.
ગુનો અટકાવવાના બદલે છેતરપીંડી પછી પગલાં લેવાની જાહેરાત
ગુજરાતમાં લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઈ હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત અપાવવાનો સરકારે નો નિર્ણય કર્યો છે. 15 ઓગસ્ટ 2018ના દિવસે ગૃહ રાજ્ય પ્રધાન અખબારોમાં અને પત્રિકાઓમાં લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવી લેભાગુ કંપનીઓ રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટુંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છે. નાણાં પાછા મળે તે માટે લુંટારાઓની મિલકતો ટાંચમાં લઇ હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવમાં આવશે. સીઆઇડી ક્રાઇમને નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી છે. જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારોની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. સમગ્ર રાજ્ય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગ્નેટેડ કોર્ટોની રચના કરી છે.
રૂપાણી સરકાર ભૂલકણી
મિલકત જપ્તી અંગે જીપીઆઇડી એક્ટ 2003માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવાનું સરકારી ભૂલી ગઇ હતી. 2017 સુધી કોર્ટની સ્થાપના થઇ ન હતી. સરકારને ધ્યાના આવ્યું કે કોર્ટ જ નથી જો કેસ ક્યા ચાલશે તેથી 14 જૂન 2017ના દિવસે રૂપાણી સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને 1 ઓગસ્ટ 2017થી સ્પેશિયલ કોર્ટ કાર્યરત કરવામાં આવી હતી. જેથી 14 વર્ષ બાદ સ્પે. કોર્ટની સ્થાપના બાદ મહાઠગોની મિલકત જપ્તીની કાર્યવાહી શક્ય બની છે. આમ 2002થી સરકાર કેવી ચાલે છે તે બહાર આવ્યું છે.
અઢી વર્ષમાં પાંચ લાખ લોકો ચૂંટાયા
સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા લેભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ 2016 થી મે-2018 સુધી 28 ગુના નોંધીને કુલ 4,62,687 રોકાણકારોના રૂા.713 કરોડના નાણાં છેતરપિંડી થઈ હતી. જોકે આ રકમ ઘણી વધારે હોઈ શકે છે. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઇ છે.
સમૃદ્ધ એગ્રો કૌભાંડ
સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઈન્ડિયા લીમીટેડ,એગ્રો ઇન્ડિયા લીમીટેડ અને મલ્ટી પરપઝ કો.ઓ. સોસાયટીના નામે ખોલવામાં આવેલ બ્રાન્ચોમાં ગ્રાહકોમાંથી એજન્ટો બનાવી કરોડોનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ગ્રાહકોને સાડા પાંચ વર્ષે નાણાં બમણાં કરી આપવાના અને નાણાં ન લેવા હોય તો એક હજાર ચોરસ સ્કવેર ફૂટ જમીન આપવાની લોભામણી જાહેરાતો કરી સમગ્ર ગુજરાતમાં ત્રણ વર્ષ અગાઉ બ્રાન્ચો ખોલી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જો કે નાણાંની પાકતી મુદત પહેલાં કો.ઓ સોસાયટીનુ ઉઠમણુ કરી દીધું હતું. સમુધ્ધના સંચાલકો મહેશ કિશન મોતેવર સહિત 15 સંચાલકોએ ગુજરાતમાં નવસારી અને વડોદરામાં કરોડો રૂપિયાની સંપત્તિ ખરીદી છે.
2003થી ગુજરાતમાં ધંધો
એગ્રિકલ્ચરના ધંધા સાથે સંકળાયેલી મહારાષ્ટ્રના પૂનાની આ સંસ્થાએ ગુજરાતમાં 2003માં પગ પેસારો કર્યો હતો. શરૂઆતમાં એગ્રીકલ્ચરનો બિઝનેશ કરી લોકોનો વિશ્વાસ સંપાદન કર્યા બાદમાં માત્ર સાડા પાંચ વર્ષમાં નાણાં બમણાં કરી આપવાની સ્કીમ મૂકી હતી. રાજ્યના અનેક શહેરોમાં 40 જેટલી બ્રાન્ચો ખોલી નાણાં ઉઘરાવ્યા હતા
2200 કરોડનું દેશમાં કૌભાંડ
સમગ્ર ભારતમાં અંદાજે રૂ.5,000 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાતમાં વર્ષ 2012થી માંડી ને વર્ષ 2016 સુધી પાંચ વર્ષથી14 ડિરેક્ટરો દ્વારા એજન્ટો નીમી ઓફિસો ખોલી અને લોકો પાસે થી અનલિમિટેડ રોકાણ અને ડબલ પરત કરવાની વિવિધ સ્કીમોના ઓથા હેઠળ રૂ.500 કરોડની છેતરપીંડી કરી હતી. ગુજરાત ખાતે જુદા જુદા શહેરોમાં ઓફીસો ચાલુ કરી આશરે 3000થી વધુ એજન્ટો બનાવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર, આંધ્ર, ઓરિસ્સા, ગોવાનો સમાવેશ થાય છે.
રાજકોટમાં 1700 એજન્યો
રાજકોટના 1700 એજન્ટોએ પણ પોતાનું રૂ.44 કરોડનું રોકાણ કર્યું હતું. વડોદરાથી કંપનીના બે ડિરેક્ટર મહેન્દ્ર વસંત ગાડે અને સુનીતા કિરણ થોરાત કે જે મુળ મહારાષ્ટ્રના પુનાના છે. સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ સોસાયટીના નામે સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં રૂ.44 કરોડની રકમ છે. રાજકોટમાં 6,000 લોકો ભોગ બન્યા છે. જે મોટા ભાગે મધ્યમ વર્ગના બચતના નાણાં છે.
આશિષ ભાટીયા તપાસ કરે છે
સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં તપાસ થઈ રહી છે. ફીકસ ડીપોઝીટમાં રોકાણ પર સિનીયર સીટીઝનને 12 ટકા અને અન્યને 11.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. 5 લાખથી 50 લાખ સુધીની બાંધી મૂદતની રકમ લોકો પાસેથી લીધી હતી. પોલીસના ફોન નંબર 0261-2464604, 9825220300 ઉપર સંપર્ક સાધી શકાય છે. આ કેસમાં સીઆઈડી 250 જેટલા ભોગ બનનારાઓના નિવેદન પણ લઈ ચૂકી છે.
દક્ષિણ ગુજરાતમાં રૂ.100 કરોડની ગોલમાલ
વલસાડમાં 20 શાખા દ્વારા પાંચ વર્ષમાં 5000 રોકાણકારો પાસેથી આશરે રૂ.100 કરોડનું ઉઘરાણું કરીને પૈસા પરત કર્યા વગર કંપની બંધ કરીને ચેરમેન અને ડાયરેકટર ફરાર થઇ ગયા હતા.
ગુજરાતમાં 13 ગુના
ગુજરાતમાં કુલ 13 ગુનાઓ નોંધાયા છે. સમૃદ્ધ જીવન કંપનીના ચેરમેન ડાયરેકટરો સહીત કુલ-20 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ, 13થી વધુ આરોપીઓ ફરાર, 13 જેટલી ઓફિસોને તાળા મારી તમામ સંચાલકો નાસી છૂટ્યા છે. મહારાષ્ટ્રના ડિરેક્ટરો સુનિતા કિરણ થોરાત અને મહેન્દ્ર વસંત ગાડેની ધરપકડ કરી છે.
ન્યૂઝ ચેનલનો માલિક
કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલ સમૃદ્ધ જીવન મલ્ટી પર્પઝ કો.ઓ.સોસાયટી લિમિટેડના ડાયરેક્ટર મહેશ મોતિયારની ભૂતકાળમાં પણ કોઈ ગુન્હામાં ધરપકડ થઇ ચુકી છે. ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ કૌભાંડ આચરનાર ડાયરેક્ટર મહેશ મોતિયારે બે ખાનગી ન્યુઝ ચેનલ ચાલુ કરી છે.
10 વર્ષે અશોક જાડેજા કેસમાં શું થયું
2008માં એક કા તીન કરી આપવાના રૂ. 1,200 કરોડના અમદાવાદના છારા નગરના અશોક જાડેજાના કૌભાંડને દસ વર્ષ થયા છે. 32 કેસોમાં GPID (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્વેસ્ટર્સ એક્ટ)એક્ટની કલમ લાગતી હોવાની અરજી સીઆઇડી ક્રાઇમ દ્વારા ગ્રામ્ય જ્યુડિશિયલ કોર્ટમાં ઓગસ્ટ 2018માં કરી છે. જેની કોઈ મિલકત જપ્ત કરાઈ નથી. જેમાં 11 રાજ્યોમાં આ કૌભાંડ થયું હતું. જેમાં દેશભરના તમામ કેસો અમદાવાદની અદાલતમાં ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી સહિતની જગ્યાના કેસો અહીં આવ્યા નથી. હાલ 75 કેસો અહીં લાવી દેવાયા છે. અશોકના ઝડપાયેલા ત્રણ સાગરીતો સામે નવી ફરિયાદ સીઆઇડીએ કરી છે.