ઉત્તર ગુજરાત એ કોંગ્રેસ મત બેંકનો ગઢ ગણાય છે. અહીં થતી તમામ રાજકીય બાબતો સમગ્ર રાજ્યને અસર કરે છે. પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાનું OBC અનામત બચાવો અહીંથી જ શરૂ થયું હતું અને તેની અસર સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ હતી. જેનાથી ઉત્તર ગુજરાતની ભાજપની મત બેંકનુ વ્યાપક ધોવાણ થયું હતું અને કોંગ્રેસ માટે પાટીદાર અને ઠાકોર મતની નવી ધરી વિધાનસભાની ચૂંટણી પહેલા રચાઈ હતી. જે જિલ્લા, તાલુકા અને નગરની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જુવાળ જોવા મળ્યો હતો. જે આ મહિને માર્ચ 2018માં થયેલી બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સુધી જોવા મળે છે. તો પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોરની મજબૂત પકડ હોવા છતાં કેમ કોંગ્રેસનું ધોવાણ થયું અને 2012માં કોંગ્રેસને મળેલી બેઠક કરતાં પણ બે બેઠક ઉત્તર ગુજરાતમાં ઓછી મળી હતી? તે સવાલ કોંગ્રેસના નેતાઓમાં આજે પણ ઘુમરાય રહ્યો છે. પણ ભાજપના નેતાઓ તો એકદમ સ્પષ્ટ છે કે તેઓ શામાટે જીત્યા છે અને કોંગ્રેસને તેમણે કયા કારણોસર હરાવી છે.
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની હારના કારણો શું ?
કોંગ્રેસમાં એ સવાલ એટલા માટે વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કારણ કે અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર અને ભરત સોલંકી જેવા મજબૂત ઠાકોર નેતા કોંગ્રેસ પાસે હોવા છતાં કેમ ઓછી બેઠકો આવી. કોંગ્રેસ સત્તા પર આવતી હતી પણ ઉત્તર ગુજરાતમાં ધાર્યા કરતાં 10 બેઠકો ઓછી આવી અને કોંગ્રેસ સરકાર ન બનાવી શકી. ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી 17 બેઠક કોંગ્રેસને મળી છે. જે 27 બેઠક આવવાની ધારણા હતી. આ બધા ગણિત લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત માંડી રહ્યા છે અને ચૂંટણી હાર્યા પથી બે વખત ગુજરાતના હારના કારણોનો સરવે કરાવી ચૂક્યા છે.
શું કારણ છે કોંગ્રેસની હારના ?
1 રાહુલ ગાંધીની ગાંધીનગરની સભામાં અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસ પ્રવેશ વખતે એક લાખ માનવમેદની એકત્ર કરવામાં આવી હતી. તેમાં 70,000 તો કોંગ્રેસના જગદીશ ઠાકોર, સી જે ચાવડાએ એકઠા કરેલાં હતા. અલ્પેશ ઠાકોરે એકઠા કરેલાં હોય એવા 30,000થી વધારે લોકો ન હતાં. તેમાં જે જ્ઞાતિ વિષયક ઉચ્ચારણો થયેલા તે સવર્ણ પ્રજાને પસંદ આવ્યા ન હતા.
2 ભાજપથી નારાજ લોકો સવર્ણ લોકો કોંગ્રેસ તરફ લાવવામાં PASSના હાર્દિક પટેલ અને SPGના લાલજી પટેલ સફળ થયેલાં તે ગાંધીનગરની OBC સભા પછી ડગમગી ગયા હતાં અને કોંગ્રેસ ફરી સવર્ણ વિરોધી વિચારધારા અપનાવી રહી હોવાનું અનુભવી રહ્યા હતા.
3 ભાજપે ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરના જ્ઞાતિ વાદી ભાષણોની ઓડિયો અને વિડિયો ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં પ્રચાર કરી