મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સુધારેલા નાગરિકત્વ કાયદાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે દેશમાં કયા સ્થળે અને સરકાર આ હિન્દુઓને (ઇમિગ્રન્ટ્સ) કેવી રીતે આપશે ? તેમણે બેજગામ સરહદ વિવાદમાં ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર કર્ણાટકની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઉદ્ધવ મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્યપાલ બી.એસ. કોશ્યારીના ભાષણ પરની ચર્ચાને જવાબ આપી રહ્યા હતા. સુધારેલા નાગરિકત્વ કાયદા અંગે ઠાકરેએ ઉમેર્યું હતું કે, હું જાણવા માંગુ છું કે અન્ય દેશોમાંથી આવતા હિન્દુઓ ક્યાં અને કેવી રીતે સ્થાયી થશે. મને નથી લાગતું કે આ બાબતે તમારી (કેન્દ્ર)ની કોઈ યોજના હોય.”
ઠાકરેની પાર્ટી શિવસેનાએ લોકસભામાં નાગરિકતા સુધારા બિલને ટેકો આપ્યો હતો, પરંતુ રાજ્યસભામાં મતદાન દરમિયાન ગૃહની બહાર આવી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીને તેમના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ મળ્યા નથી. મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના બેલગામ સરહદ વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહારાષ્ટ્ર બેલ્ગામ ઉપર પોતાનો દાવો કરે છે. પરંતુ હાલમાં ભાષાકીય ધોરણે કર્ણાટકનો જિલ્લો છે.
ઠાકરેએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, “સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડત દરમિયાન કેન્દ્ર સરકારે કર્ણાટકનું સમર્થન કર્યું હતું અને મહારાષ્ટ્રની અવગણના કરી હતી … તે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે અને દરેકને અંધારામાં રાખેલા છે.”
શિવસેના મુંબઇમાં સીએએના વિરોધથી દૂર છે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ અને એનસીપીના સહયોગી શિવસેના ગુરુવારે અહીં નાગરિકત્વ (સુધારા) બિલ સામે વિવિધ સંગઠનોના મોરચામાં સામેલ થયા નથી. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ એકનાથ ગાયકવાડને જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ શિવસેના “અમે ભારતના લોકો” નામના મોરચાના ભાગ નથી, ત્યારે તેમણે કહ્યું કે આ પ્રદર્શન તેમની પાર્ટી દ્વારા નહીં પણ બિન-સરકારી સંગઠનો દ્વારા યોજવામાં આવ્યું હતું.