ઉભરાટ, વડોદરા અને અમદાવાદમાં અગાઉ રાઈડ તૂટી હતી

આનંદમેળામાં રાઈડ તૂટી પડતાં 2લોકોના મોત થયા હતા

18 જૂલાઈ 2016માં અમદાવાદના નારોલમાં મેળામાં ગંભીર ચાંદતારે નામની રાઈડર્સમાંથી પડી જતાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા.  જેમાં એકસાથે 20 થી 25 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હોય છે. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ શું થયું કે લોકો રાઈડ્સમાંથી પડી ગયા. એકસાથે 7 લોકો પડી જતા 5 લોકોને ઇજા પહોંચી હતી.

રાઈડ બીજી વાર તૂટી

2 નવેમ્બર 2016માં ઉભરાટના મોદી રિસોર્ટમાં રિસોર્ટમાં દિવાળીના વેકેસનમાં સુપર જેટ રાઈડ રાઈડ તૂટી પડતાં ૧૫ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અગાઉ રાઈડ તૂટી પડતાં બે વ્યક્તિના મોત થયાં હતાં. ઉભરાટના મોદી રિસોર્ટની પેરાશૂટ રાઈડ દુર્ઘટનામાં 11ની કમર તૂટી હતી. પુલીમાંથી વાયર સ્લિપ થતાં રાઈડની ગતિ બેકાબૂ થઈ જઈ સહેલાણીઓને જોરદાર આંચકો લાગ્યો હતો.

વડોદરા નજીક ફન એરેના પાર્કમાં રાઈડ તૂચટી પડતાં 6 બાળકોને ઈજા થઈ હતી.

3 જૂન 2019માં અમદાવાદના રિવરફ્ંટ પર મોટી દુર્ઘટના ટળી હતી. રાઈડમાં ફસાયેલા 29 લોકોને બચાવી લેવાયા હતા. રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં બાળકો સહિતના લોકો 21 મીટરની ઊંચાઈ પર ફસાઈ ગયાં હતાં. હાઈડ્રોલિક રાઇડ 21 મીટર ઊંચે બંધ થતાં ફસાયેલા 29 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા.