લોકસભાની ચૂંટણીમાં ત્રણથી વધુ વાહનોનો સુરક્ષા કાફલો રાખી શકાશે નહીં. ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આચારસંહિતાના અમલ કરાવવાના ઉદ્શથી રાજકીયપક્ષ કે ચૂંટણીના ઉમેદવારો સીધી કે આડકતરી રીતે સંકળાયેલા અન્ય કોઈપણ વ્યકિત ત્રણથી વધુ વાહનોના કાફલા સાથે જવા ઉપર પંચે પ્રતિબંધ ફમાવી દીધો છે. પ્રધાનમંત્રી અને એવી રાજકીય વ્યકિતઓ તેમજ મહાનુભાવો જ અપવાદ રૂપ રહેશે કે, જેમને ઉગ્રવાદીઓ,ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હોય અથવા તો ઉચ્ચ દરજ્જાની સલામતી વ્યવસ્થાની જરૂરિયાત હોય તેવી વ્યકિત આ હુકમથી અપવાદ રહેશે.