એકજ વીમા કંપની પાસેથી વીમો લેવા દબાણ થાય છે

મોટર વાહન અધિનિયમ મુજબ નાગરિકો જ્યારે નવું વાહન ખરીદે તે સમયે વાહન માલિક પોતાની રીતે, પોતાની પસંદગીની માન્ય વીમા કંપની પાસેથી વીમો મેળવી શકે છે. વાહન માલિક તરીકે ગ્રાહક કોઇપણ માન્ય કંપની પાસેથી વીમો લેવા સ્વતંત્ર છે. વાહનના ડીલર વાહન માલિક પાસે અમુક જ કંપનીનો વીમો લેવાનો આગ્રહ રાખી શકશે નહીં તેમ, વાહન વ્યવહાર કમિશનરે જણાવાયું હતુ .
વાહન ખરીદનાર ગ્રાહકને અમુક જ વીમા કંપની પાસેથી વાહનનો વીમો લેવા કે તે રીન્યુ કરાવવા આગ્રહ
રાખવો તે બાબત ગેરકાયદેસર છે અને ગ્રાહકો તરફથી આવી કોઇ ફરીયાદ મળશે તો તે અંગે જરૂરી કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશનરશ્રી દ્વારા તાકીદ કરવામાં
આવી છે. નવું વાહન ખરીદે અથવા ખરીદેલું વાહન રીન્યુ કરાવવાનું થાય ત્યારે મોટર વાહન કાયદા હેઠળ વીમો લેવો ફરજિયાત છે.