એકઝીટ પોલ અને ઓપીનિયન પોલ પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી પંચે દેશમાં યોજાનાર લોકસભાની સામાન્‍ય ચૂંટણીઓ-૨૦૧૯ તેમજ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે લોકપ્રતિનિધિત્‍વ અધિનિયમ હેઠળ ૧૧-૪-૨૦૧૯ને ગુરૂવાર સવારના ૭-૦૦ કલાક થી તા.૧૯-૫-૨૦૧૯ને રવિવારના સાંજના ૬-૩૦ વાગ્‍યા સુધીના સમયગાળા દરમિયાન એક્‍ઝીટ પોલ (EXIT POLL) યોજવા કે કોઇપણ એકઝીટપોલના પરિણામો પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનીક મીડિયા પર પ્રકાશિત કરવા કે પ્રસિદ્ધ કરવા પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
મતદાન પુરૂ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઓપીનીયન પોલ કે મતદાન અંગેનું કોઇપણ સર્વેક્ષણ સહિતની કોઇપણ ચૂંટણી બાબતની સામગ્રી કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીક માધ્‍યમ પર પ્રદર્શિત કરવા પ્રતિબંધ રહેશે.

સ્વાસ્થ્ય બગડવા પ્રસંગે ‘‘કેશલેસ’’ તબીબી સારવાર પૂરી પડાશે

રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણી ફરજ પરના તમામ સ્ટાફને સ્વાસ્થ્ય બગડવા પ્રસંગે ‘‘કેશલેસ’’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.