એકતરફી કાર્યવાહીના વિરોધમાં PSI સામે જનઆક્રોશ

વાવ, તા.૨૦

વાવના ખીમાણાવાસમાં દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા મુદ્દે રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રબારી પરિવાર પર થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ પણ પીએસઆઈએ ફરિયાદ નહી લઈ દોઢ લાખ માગી એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે સોમવારે પીએસઆઇ જાડેજા અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વાવ, સુઇગામ, ભાભર અને થરાદ તાલુકાના રબારી સમાજના આગેવાનો દ્રારા સોમવારે વાવ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખીમાણાવાસના દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા બાબતે તકરાર થતા પીડિત રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ દાખલ થઈ હતી. જે એકતરફી કાર્યવાહીના બાબતે દલિત ઈસમ દ્રારા પીડિત પરિવાર રબારી હીરાભાઈ ઉપર ટોમી(કૂતરા) વડે હુમલો કરી ઇજા કરી ત્રણ દાંત પડી ગયા હતા. જેની વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયેલા પણ ત્રણ દિવસ આંટા ફેરા ખવડાવેલા અને પોલીસ દ્રારા ફરિયાદના લઈ ફરિયાદ લેવા રૂ.1,50,000 આપવા પડશે ને પોલીસે પકડી થોડી દવા પાઇ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત બંદૂકથી ઉડાવી દેવાની ધમકી આપતાં ખેમાભાઈ રબારીએ પોલીસ સ્ટેશનમાં જઇ ઝેરી દવા પી ગયો હતો. તેમજ પોલીસ દ્રારા મામલતદારને બોલાવી દર્દીનું નિવેદન લેવડાવ્યું નથી. ઉપરાંત સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. જેને લઈ વાવ પી એસ આઈ જાડેજા તેમજ બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બનાસકાંઠા એસપીએ રબારી સમાજના આગેવાન પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા ડાંગ એસપીને પત્ર લખ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળે રબારી સમાજના આગેવાન અને પોલીસ કર્મી જીવરાજ આલ વિરુદ્ધ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, “જીવરાજ આલ તેમની સમાજના આગેવાનો સાથે મળીને સમાજના માણસોની ઉશ્કેરણી કરીને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરાવે છે. આથી તેની સામે સખત પગલાં લેવા જણાવ્યું હતું.

 જીવરાજ આલ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કરાયો

થરાદ એએસપી રાજ્યાને જણાવ્યું હતું કે, વાવ પીએસઆઇ જાડેજા દ્વારા સરકારી કામમાં રૂકાવટની જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે મામલામાં રૂડાભાઇ અને ઠાકરશી ખેતાભાઇની અટકાયત કરી તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે. જીવરાજભાઇની આગેવાનીમાં રેલીની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ તેની મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ દ્વારા કોઈ પણ ઝેર પીવડાવવાનું કૃત્ય કરવામાં આવ્યું નથી. પોલીસ કર્મી જીવરાજ આલ વિરુદ્ધ વાવ પીએસઆઇ જાડેજા દ્વારા કોર્ટમાં માનહાનીનો દાવો રજૂ કરવામાં આવ્યો છે.’