એકથી વધું વાહન નહીં રાખવાની નીતિ પર દબાણ વધી ગયું

એક મહિના પહેલાં 18 જૂલાઈ 2018માં વાહન વ્યવહારની કમિશનરની ગાંધીનગરની કચેરી દ્વારા તમામ આરટીઓ, એઆરટીઓ પાસેથી ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018ની કલમ-33 મુજબ એક વાહન ધરાવતા વ્યક્તિ દ્વારા બીજા વાહનોની ખરીદી અંગે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેની સાથે 10થી 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જે સત્તા છે તે વિશે આરટીઓના શું અભિપ્રાય છે તે માટે અભિપ્રાય મંડાવવામાં આવ્યો હતો. જેના આધારે સરકાર હવે નવી નીતિ બનાવી રહી છે કે, કયા શહેરમાં વાહન ખરીદી પર નિયંત્રણ રાખવા. આ નિર્ણય ન લેવાય તે માટે વાહનો બનાવતી કંપનીઓએ સરકાર પર દબાણ વધારી દીધું છે. સરકાર પાસે વાહનોની કરીદી કે અમુક સ્થળે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે રાજય સરકારને જાહેરનામુ બહાર પાડવાની સત્તા છે. એવો અભિપ્રાય આવી ગયા બાદ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જ્યાં ગીચ વિસ્તાર છે અને રસ્તા સાંકડા છે ત્યાં વાહન પ્રવેશ પર પ્રતિબંધ આવી શકે છે. વાહનોની વધતી સંખ્યાને અને પ્રવેશ પર નિયંત્રણમાં લાવવા માટે વધારે આયોજન કરવાની સુચના આપવામાં આવી છે. જોકે, ગયા એપ્રિલમાં જ જાહેરનામું બહાર પાડવા માટે વાહન વ્યવહાર કમિશનરે સરકારને દરખાસ્ત કરી દીધી હતી. પણ હવે વધારે ખાતરીપૂર્વક અમલ કેમ થઈ શકે તે માટે આ કવાયત કરવામાં આવી રહી છે.

હવે આવનારા દિવસોમાં વાહનો સ્ક્રેપ કરવા અંગેની નીતિ પણ બનાવવામાં આવશે. સ્ક્રેપ થતાં વાહનો અંગે સરકાર પાસે કોઈ જ વિગતો નથી. કારણ કે ભંગારમાં જતાં વાહનો અંગેની નોંધણી કોઈ કરાવતું નથી. તેથી તે વાહનો ચાલતાં વાહન તરીકે બતાવવામાં આવે છે. વાહનો ઉપયોગમાં ના લેવાતા હોય તેની સંખ્યા કેટલી છે તેની જાણકારી પણ આરટીઓ પાસે ખાસ ફરજ પરના અધિકારી દ્વારા માગવામાં આવી છે. પણ તે ચોક્કસ કહી શકાય તેમ જ નથી. તેથી ખરેખર જુના વાહનો રસ્તા પર કેટલાં દોડી રહ્યાં છે તે સરકાર જાણી શકે તેમ નથી. જો 10 વર્ષ જુના વાહનના માલિકોને નોટિસ આપીને તેની જાણકારી મેળવવામાં આવે તો જ તેની ખરી હકીકતો જાણી શકાય તેમ છે.

હાલ એક વાહન હોય તો બીજા પર પ્રતિબંધ મૂકવો તેવું કરવાની જરૂર હોય તેવી સ્થિતિ ગુજરાતમાં નથી, આવું સરકાર સ્પષ્ટ માની રહી છે. એવું એકાએક વલણ બદલાઈ ગયું છે. વિભાગના સૂત્રો કહે છે કે, વાહનો બનાવતી કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને તે માટે અલગથી સેઝ બન્યો છે. સર પણ અસ્તિતાવમાં છે. ત્યારે આ ઉદ્યોગનું દબાણ સરકાર પર વધી જતાં હાલ એક વાહન બસની નીતિ અમલી નહીં બને એવું સ્પષ્ટ રીતે સૂત્રો કહી રહ્યાં છે.