અમદાવાદમાં 260 કરોડના ચિટફંડ કૌભાંડ મિડિયામાં પ્રસિદ્ધ થતા સરકાર તાબડતોબ કામ કરતી થયેલ હોય અને ગુજરાત ના ગ્રુહ મંત્રી દ્રારા નિવેદન આપી સમગ્ર મામલે પિડિત રોકાણકારો ને હૈયાધારણ આપવામાં આવી છે કે ચિટફંડ પિડીતોને તેમના નાણાં પરત મળશે. આવા રૂ.10,000 કરોડના કૌભાંડો ભાજપની તમામ સરકારના સમયમાં થયાં છે. જે અટકી શકે તેમ હતાં છતાં તમામ ગૃહ પ્રધાન ચૂપ રહ્યા છે.
પિડીતોને કંપનીઓની સંપતિ જપ્ત કરીને હરાજીથી વેંચી પિડીતોના નાણા પરત આપવાની હૈયાધારણ આપી છે. તેવામાં એક અવાજ-એક મોર્ચા
સંગઠન દ્રારા છેલ્લા ત્રણ વર્ષથી ચિટફંડ કૌભાંડ વિરોધી સતત અભિયાન તથા કાયદાકીય કાર્યવાહીઓ કરવામાં આવતી રહી છે જે મુદ્દે આ સંગઠનના પ્રતિનિધિ મંડળ ભુતકાળમાં સકારાત્મક અભિગમ સાથે પિડીતોને ન્યાય મળે તે ઉદ્દેશ્યથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી તથા ગ્રુહમંત્રી માનનીય પ્રદિપ જાડેજાની પણ રુબરુ મુલાકાત લઈ સમગ્ર મુદ્દે નીતિવિષયક સુચનો અને માંગણી રજુ કર્યા હતા.
સરકારે ગુજરાત હાઈકોર્ટ મા છેલ્લા બે વર્ષમાં ગુજરાતના સાડા ચાર લાખ નાગરિકોના રૂ. 700 કરોડ નાણા ડૂબ્યા હોવાનું સ્વીકારી ચુકી છે. તેમજ તે કંપનીઓ ની સંપતિ જપ્ત કરીને હરાજી થી વેંચી લોકોના નાણાં પરત મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વાત વિવિધ માધ્યમો મા પણ આવી ચુકી છે. અહમદાબાદ ની રકમ જોડતા તે આંકડો વિધિવત રીતે રૂ.1000 કરોડ પહોંચી જાય છે. પરંતુ વાસ્તવિકતા જાણવા જેવી છે.
આ પ્રકારની કંપનીઓના માલિકોને કોઈ પણ પ્રકારની બીક છે નહી. તેઓ બેખૌફ બની એક કંપનીથી કૌભાંડ આચરી અન્ય કંપનીના નામે બીજી લુંટ શરુ કરી દેતા હોય તેવી પણ વિગત સામે આવે છે. ગુજરાતમાં ઓસ્કાર, PACL, મૈત્રેય, સહારા, માઈક્રોફાઈનાંસ, વિશ્વામિત્રી જેવી મોટી તથા અનેક નાની કંપનીઓનાં કૌભાંડમાં કરોડો નાગરિકોના અબજો રુપિયા ડૂબ્યા હોવાનું જણાય આવે છે.
ઉપર જણાવેલી કંપનીઓમાં ઓસ્કાર ચિટફંડ સબંધે અમે કાઢેલ અંદાજ મુજબ અંદાજીત રૂ450 કરોડથી વધુ રકમ ડુબેલી છે. જ્યારે માત્ર PACL નામની કંપનીમાં ગુજરાતના જ અંદાજીત રૂ.2500 કરોડથી વધુની રકમની લુંટ થયેલ છે. આ જ રીતે અન્ય કંપનીઓના પણ અંદાજીત આંકડા રજુ કરી શકાય પરંતુ કાયદાકીય આટાઘુટીના કારણે તે કરવું શક્ય નથી .પરંતુ સમગ્ર ગુજરાતમાં ચિટફંડ બાબતે આંકડો જોઈએ તો રૂ. 10,000 કરોડથી વધુના કૌભાંડો થયાનું જાણવા મળે છે .
સરકારને સૂચનો
ભારતભરમાં થયેલા ચિટફંડ કૌભાંડ મા સૌથી દયનીય સ્થિતિ નાના રોકાણકારોની થતી હોય છે જે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો હોય છે. તેમના માટે આ બચત અમુલ્ય હોય તેમને ન્યાય આપવા બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યો માં રોકાણકારો ને ન્યાય મળે તે માટે “કોરપસ ફંડ” ની રચના કરી રોકાણકારો ને નાણા પરત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ જ મોડલ લાગું કરી ચિટફંડના નાના રોકાણકારોને તત્કાળ સહાયતા માટે ગુજરાત સરકાર કોરપસ ફંડની રચના કરી રોકાણકારોને નાણા પરત આપવાની વ્યવસ્થા કરે તે જરુરી છે આ બાબતે લેખિતમાં તેમજ રુબરુ અમારા સંગઠન દ્રારા છેલ્લા ત્રણ વર્ષ માં અનેક વાર સરકારને સુચન તથા માંગણી રજુ કરી ચુક્યા છે.
ચિટફંડ કંપનીઓનું બ્લેકલિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા અન્ય રાજ્યોમાં થઈ ચુકી છે જે ગુજરાત સરકાર ઝડપથી તપાસ કરી બ્લેક લિસ્ટ જાહેર કરે તે જરુરી છે.
કુલ કેટલી કંપની , કેટલા લોકોના અને કેટલા નાણાં ચિટફંડ કૌભાંડમાં ડુબેલા છે તેનુ સત્તાવાર લિસ્ટ ગુજરાત સરકાર મિડિયા સમક્ષ જાહેર કરે તે જરુરી છે વિરોધ પક્ષના ધારાસભ્યોને પણ અમે કહી ચુક્યા છે પરંતું કોઈ નેતા આ મુદ્દે વિધાનસભામાં સરકાર સમક્ષ પ્રશ્ન રજૂ કરવામાં રસ ધરાવતા હોય તેમ હજુ સુધી અમને જાણવા મળ્યું નથી.
આ સિવાય પણ અનેક સુચનો અને માંગણી રજુ કરી ચુક્યા છે પરંતુ એજન્ટો તથા રોકાણકારો ને તત્કાળ સહાયતા માટે ગુજરાત સરકાર કોરપસ ફંડની રચના કરી રોકાણકારોને નાણા પરત આપવાની વ્યવસ્થા કરે તે મુખ્ય માંગ અમો આ પ્રેસનોટ મારફતે રજુ કરી આજ રોજ ગ્રુહ મંત્રી એ કરેલા નિવેદન બાબતે જણાવીએ છીએ કે સરકાર જો ગોકળગાય ની ગતિએ જ આવા કૌભાંડની તપાસ કરશે તો ન્યાય મળવો શક્યો નથી સાથે જ ગુજરાતમાં સૌથી મોટા વિરોધપક્ષ સામે રોષ ઠાલવતા કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં વિરોધ પક્ષ સત્તામા ના આવતો હોવાનું સૌથી મોટું પરિબળ જ આ છે કે કરોડો નાગરિકોના ડુબેલા નાણા બાબતે વિરોધ પક્ષ જનતા ના પ્રશ્નો ને વાંચા ના આપી શકે તો પ્રજા જાય ક્યાં?
અંદાજીત રૂ. 10,000 કરોડથી વધુના કૌભાંડમાં વિરોધપક્ષની ચુપ્પી જોઈ પુન: અમો પિડિતો વતી વિરોધ પક્ષ ને અને બની બેઠેલા નેતાઓને અપીલ કરી કહીએ છીએ કે ગુજરાતની પ્રજાના લુંટાએલા નાણાં પરત અપાવવા મેદાનમાં આવો અને પ્રજા હિતમાં અવાજ ઉઠાવો સાથે જ પિડિત રોકાણકારો તથા એજન્ટો ને હળીમળીને કૌભાંડ સામે સંગઠિત થઈને સંઘર્ષ કરવા સુચન કરીએ છીએ. તેમ એક અવાજ-એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું.