એક આઝાદીની લડાઈ લડી હવે બીજી આઝાદીની લડાઈ ગુજરાથી શરૂ થાય છે – રાહુલ અને પ્રિયંકા

રાહુલ ગાંધી – કોંગ્રેસ જે વચન આપે છે તે કરી બતાવે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદ અડાલજ પાસે ત્રિમંદીર નજીક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગરમી છે, દોઢ કલાક મોડો શરૂ થયો છે. હું તમારા માફી માગું છું. વર્ષો પછી ગુજરાતમાં એટલે માટે કાર્યકારીણીની બેઠક કરી છે કારણ કે કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે. બન્ને વિચારધારા ગુજરાતમાં જોવા મળશે. એક બાજુ મહાત્મા ગાંધીએ આ દેશને બનાવવા પોતાની જીંદગી પાછળ લગાવી દીધી હતી. મહાત્મા ગાંધી અને ગુજરાતે આ દેશને બનાવ્યો છે. હવે બીજી લડાઈ લડવાની છે.

દેશ કમજોર બનાવવામાં આવે છે

બીજી શક્તિ આ દેશને કમજોર કરવામાં લાગી છે. ઈતિહાસમાં પહેલી વખત સર્વોચ્ચ અદાતના 4 ન્યાયમૂર્તિ પત્રકારો પાસે જઈને કહે છે કે અમને આ સરકાર મુક્ત રીતે કામ કરવા દેતી નથી. લોહીયાના મોત અંગે આ જજ વાત પણ કરે છે. સર્વોચ્ચ અદાલતના જજ જનતા પાસે ન્યાય માંગવા જાય છે. આવું આ દેશમાં ક્યારેય બન્યું નથી. માત્ર સર્વોચ્ચ અદલત જ નહીં પણ તમામ સંસ્થાઓ તોડવામાં આવી રહી છે. દેશમાં ભાઈચારાના બદલે નફરત ફેલાવવમાં આવી રહી છે. એક પછી એક નવી વાત કરશે, પણ મોદી પાયાની સમસ્યાની વાત કરતાં નથી.

બેરોજગારી

દેશમાં સાચી વાત કોઈને કરવાતા નથી. મોદી દેશની સાચી વાત આને લોકોના પ્રશ્નો અંગે વાત કરવા લેતા નથી. 45 વર્ષ પછી દેશમાં સૌથી વધું બેરોજગારી ઊભી થઈ છે. યુવાનો રોજગાર શોધવા માટે ભટકી રહ્યા છે. આવા અનેક સમસ્યા ઉકેલવી જરૂરી છે. પણ તે અંગે આ સરકાર કંઈ કરતી નથી. નોટ બંધી અને જીએસટીના ખોટા અમલથી કરોડો લોકો બેકાર થયા છે. 45 વર્ષમાં આવું પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં થયું છે.

ખેડૂતોના દેવા માફ થશે

2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતના ખેડૂતો માટે હું દેવા માફ કરવા માંગતો હતો. જો મોદી 15 ઉદ્યોગ પતિઓના રૂ.3.50 લાખ કરોડ માફ કરી શકતાં હોય તો ખેડૂતોને કેમ નહીં. અમે દેશના ખેડૂતોના દેવા માફ કરીશું. મોદીએ ભારતના સૌથી વધું શ્રીમંતોના કરજ માફ કર્યા છે. તેમના મિત્રોની 15 કંપનીની પાસે પૈસા જઈ રહ્યાં છે. તો ખેડૂતોની પાસે કેમ નહીં. પણ હાલની સરકાર ખેડૂતના કરજ માફ કરતી નથી. દેશના નાણાં પ્રધાન અરુણ જેટલી તો કરજ માફ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. હું તમને ખાતરી આપું છું કે અમે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવા માટે વચન આપ્યું હતું કે બે દિવસમાં જ માફ કરી દીધા છે. આ જ રીતે અમે દેશના ખેડૂતોના કરજ માફ કરીશું. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જે કહ્યું હતું તે જ વાત ગુજરાતમાં કરી હતી. કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફ કરી શકે છે. મને દુખ છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી શક્યો નથી. નરેન્દ્ર મોદી સાચીવાત લોકોને કહેતા નથી. તેમણે ખેડૂતોની વાત સાંભળી નથી. ખેડૂતોની મદદ કરી નથી.

ગરીબ, મજૂર, ખેડૂતોને બેરોજગારી ભથ્થું કોંગ્રેસની સરકાર આપશે. ગુજરાતના દરેક ગરીબને તે આપીશું.  2019ની સરકાર કોંગ્રેસની બનશે. હિંદુસ્તાનના દરેક સ્થળે ઓછામાં ઓછી આવક મળે તે માટે સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરશે. આ ઐતિહાસિક કામ છે. કોંગ્રેસ જ કરી શકશે.

નોટબંધી

રાત 8 વાગે મોદીએ નોટબંધી કરી દીધી. ગુજરાતના નાના દુકાનદારોને એક જ દિવસમાં તોડી નાંખ્યા હતા. આ એક નિર્ણયથી કરોડો લોકોને બેરોજગાર બન્યા છે. બેંકોની લાઈનમાં અને ભીડમાં ભારતના કાળા ધન વાળાઓ કે પાસાદાર લોકો ઊભા ન હતા. સામાન્ય લોકો અને ગરીબ લોકો નોટ બંધીની લાઈનમાં ઊભા હતા. મોદીએ દરેકને તેના ખાતામાં રૂ.15 લાખ આપવાનું વચન આપ્યું હતું તે તેમણે પાળ્યું નથી. તેમણે આપેલા વચનો પાળવાના બદલે તેઓ રોજ બીજી જાહેરાતો કરે છે.

ગબ્બર ટેક્સ

જીએસટીના અમલ સાથે ભારતમાં તમામ વેરા નાબૂદ કરીને એક જ ટેક્સ લેવાનો હતો. પણ ભારતમાં પાંચ વેરા લેવાં આવે છે. કોંગ્રેસ સરકાર બનશે તેની સાથે જ એક ટેક્સ વાળો જીએસટી અમે અમલી કરીશું. એક પછી એક નવી વાત કરશે પણ મોદી પાયાની સમસ્યાની વાત કરતાં નથી.

ચોકીદાર

પ્રધાનમંત્રીએ કહ્યું હતું મને ચોકીદાર બનાવો. પણ લોકો હવે તેમને ચોકીદાર ચોર છે. એવું કહે છે. લોકો હવે આ ચોકીદારને જાણી ગયા છે. પણ નરેન્દ્ર મોદી દરેક રાજ્યમા જઈને કહે છે કે હું દેશભક્ત છે.

રફેલ વિમાન ભ્રષ્ટાચાર

સરહદ પર જવાનો લડે છે. 46 જવાનો શહીદ થયા. પાકિસ્તાનમાં બોંબ ફેંકી આવ્યા તે વિમાન ભારતની ફેક્ટરીમાં બન્યા હતા. 70 વર્ષથી મીરાજ જહાજ પાકિસ્તાનમાં બોંબ ફેંકવા ગયા હતા. તે ભારતમાં બનેલા છે. પણ રફેલ વિમાનો ખરીદ કરવામાં રૂ.30 હજાર કરોડની ચોરી કરીને નરેન્દ્ર મોદીએ પોતાના મિત્ર અનિલ અંબાણીની કંપનીને આપી દીધા છે. યુપીએના સમાયે મનોમોહન સીંગની સરકારે રૂ. 526 કરોડમાં એક વિમાન ખરીદ કરવાનું નક્કી કરેલું હતું. અનિલ અંબાણી કાગળનું વિમાન બનાવી શકે તેમ નથી. 45 હજાર કરોડ અનિલ અંબાણી ઉપર દેવું છે. ફાંસના ડેલીગેશનમાં અનિક અંબાણી ગયા હતા, ત્યારે ફ્રાંસના વડાપ્રધાને રૂ.1600 કરોડનું એક વિમાન ખરીદ કરવાનું કહ્યું હતું. સીબીઆઈ તપાસ કરવાનું કહે છે તો તે ડાયરેક્ટરને મોદીએ કાઢી મૂક્યા. સુપ્રિમ કોર્ટે કહ્યું તો પણ બીજી વખત કાઢી મૂક્યા. કારણ કે સીબીઆઈએ રાફેલ વિમાનની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. શહીદ એરફોર્સ માટે એરફોર્સ અને શહિદોના રૂ.30 હજાર કરોડ છીનવીને કઈ રીતે અનિલ અંબાણીને આપી દીધા છે.

મસુદને ભાજપે છોડ્યો અને 46 પર હુમલો કર્યો

દેશભક્તિ કરી ત્રાસવાદી મસુદ અઝહરને હિન્દુસ્તાનની જેલમાંથી છોડાવીને ભાજપાની સરકારે ખાસ વિમાનમાં પૈસા આપીને અફઘાનિસ્તાનના કંધહારમાં મુકવા ગયા હતા. એસ્કોર્ટ કરીને ભાજપના પ્રધાન પોતે અભઘાનીસ્તાન મુકવા ગયા હતા. તેણે આપણ 46 લશ્કરને મારી નાંખ્યા હતા. મસુદને કોંગ્રેસે પકડેલો હતો. ભાજપે છોડ્યો હતો. જ્યારે હવાઈ હુમલો થયો તે સમયમાં 5 એરપોર્ટ તેના મિત્રને આપી દીધા હતા. જમીન, જંગલ, જલ, વીજળી, પોર્ટ જે જોઈએ તે આપી દે છે. પણ તમને ગરીબી દૂર કરવા, મોંઘવારી ઘટાડવા કે દવાનું ઊંચું ખર્ચ ઘટાડવા માટે તેઓ કંઈ કરતાં નથી. આવું હિન્દુસ્તા અમારે નથી જોઈતું. ભલે પછી તે માટે ગમે તે કરવું પડે.

નીરવ મોદી

ઈંગ્લેન્ડની સરકાર કહે છે કે, નીરવ મોદીને તેઓ ભારતને સોંપી દેવા માંગે છે તે અંગે ભારત સરકારને લખ્યું છે. પણ ભારત સરકાર ઈગ્લેન્ડની સરકારને આવું નથી કહેતી કે નીરવ મોદીને અહીં મોકલી આપો. આવું જ મેહુલ ચોકસી, લલિત મોદી, અનીલ અંબાણીને મોદી પોતે ભાઈ કહીને બોલાવે છે. તમારા પૈસા તેમના માટે લૂંટવામાં આવે છે.

કાર્યકરોને અપીલ

કાર્યકરોને કહું છું, તમે ગુજરાતમાં એક બનીને 2017ની વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપ બચીને નિકળી ગયું. કેમ નિકળી ગયું તે ખબર ન પડી. વિચારધારાની લડાઈ છે. એક તરફ નફરત ગોડશે છે તો બીજી તરફ મહાત્મા ગાંધીનો પ્યાર છે. જીત ગુજરાતની થવાની છે. ગુજરાતના દરેક ઘરમાં તમે જાઓ અને જનતાને બતાવો કે પાંચ વર્ષથી મોદી વાયદો કરે છે, તે પૂરા કર્યા નથી. મેઈક ઈન ઈન્ડિયાનો કે ખેડૂતો અંગેના વાયદા પૂરા કર્યા નથી. બીજી બાજુ કોંગ્રેસ જે કહે છે તે કરીને બતાવે છે. આ ચૂંટણીમાં સચ્ચાઈની જીત થશે અને નરેન્દ્ર મોદીની નફતની હાર થવાની છે. ગુજરાતમાં તમામ બેઠકો જીતાડીને બતાવો.

બીજી ઈન્દિરા ગાંધી – બીજી આઝાદીની લડાઈ

કોંગ્રેસના મંત્રી પ્રિયંકા ગાંધીએ ટૂંકી પણ અસરકારક વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોની જાગૃત્તા એ દેશ ભક્તિ છે. મતદારો જાગૃત બને અને સરકારને પ્રશ્ન કરે. બેકારી દૂર કરવા અને મહિલાઓની સલામતી માટે તમારો મત મહત્વનો છે. હવે સરકાર બનશે તે તમારું ભવિષ્ય બનાવશે. તમારું ભવિષ્ય કેમા છે તે તમારે વિચારાવું છે. દેશમાં ઊભી થયેલી નફરતની હવાને પ્રેમ અને કરૂણામાં બદલીશું. લોકોનો આ અવાજ અહીંથી ઊભો કરો. સાચા સવાલ કરો. દેશ તમે બનાવેલો છે. તમારો જ દેશ પર અધિકાર છે. બીજા કોઈનો અધિકાર નથી. દેશની રક્ષા તમે કરી શકો છો.

આ ચૂંટણી આઝાદીની લડાઈથી ઓછી નથી. આપણી લોકશાહીની અનેક સંસ્થાઓ ખતમ કરવામાં આવી રહી છે. નફરત ફેલાવવમાં આવી રહી છે. પરેશ ધાનાણીએ સાચું કહ્યું કે, હવે બીજી આઝાદીની લડાઈ લડવાની છે.