ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નિકળતુ તેલ ઘણુ જ સુગંધીત હોય છે અને તેની વૈશ્વિક બજારમાં ખુબ ઉંચી કિંમત હોય છે.
નર્મદા જીલ્લાનાં વરખડ ગામનાં યુવાન પ્રગતીશીલ ખેડુત દિલીપભાઇ પટેલે પોતાની 4 એકર જમીનમાં ૧૪૦૦ જેટલા ચંદનનાં વૃક્ષો વાવી નવીન અને આધુનિક ખેતી કરી રહ્યા છે. પરંપરા થી અલગ જ ચંદનની ખેતી કરી છે. એને સોનાની ખેતી જ કહેવી પડે. ચંદનની ખેતી માટે ધીરજ ધરવી પડે. ૧૨ થી ૧૫ વર્ષે ચંદનનો પાક તૈયાર થાય છે. એક વૃક્ષમાંથી ૧૫ થી ૨૦ કીલો ચંદન મળી રહે છે. આખેઆખુ ચંદનનું વૃક્ષ વેચી શકાતુ નથી માત્ર તેનો અંદરનો ગર્ભ જ કામ લાગે છે જેનો એક કીલોનો ભાવ ૧૦,૦૦૦ રૂપીયા કીલોગ્રામ છે. ૧૪૦૦ વૃક્ષો ની ગણતરી કરવા જઇએ તો ખેડુતનાં હાથમાં ૧૫ થી ૨૦ કરોડ આવે તેમ છે. ચંદનની ખેતી એક ફિકસ ડીપોઝીટની જેમ છે. જેમાં વળતરની બંપર ગેરંટી છે.ચંદનની ખેતીમાં આવક વધુ હોય પોતાના દીકરાઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આ ખેતીમાં હાથ અજ્માવ્યો છે.
જમીનનું યોગ્ય ખેડાણ કરીને ૧૫X૧૫ ફુટનાં અંતરે વાવેતર કરવાનું હોય છે. આમ તો ચંદન એ પરોપજીવી વૃક્ષ છે. ચંદન પોતાની મેળે જમીનમાંથી વૃધ્ધી માટે જરૂરી નાઇટ્રોજન સાથેનાં ફુલ-ઝાડમાંથી મેળવે છે. વાવેતર સમયે સાથે મહેંદી નું વાવેતર થાય છે. બાદમાં બે મહીના બાદમાં તુવેરનું વાવેતર કર્યુ અને તેનાં ૪ મહીના બાદ સરૂ (વિદ્યા)નાં વૃક્ષો વાવેલા છે. મીઠા લીમડા કે તુલસીનું વાવેતર કરી શકાય. સરૂ નાં વૃક્ષો એટલા માટે વાવણી કરવા બહેતર છે કેમ કે,જ્યારે ચંદનનું કટીંગ થાય તો સરૂનાં વૃક્ષ પેપર મીલમાં ૩૬૦૦ રૂ. પ્રતી ટનનું વળતર મળી રહે છે. એટલે કહી શકાય કે,ડબલ નફો. તો ચંદનનાં વૃક્ષને પાણી આપવા માટે ખાસ ડ્રીપ ઇરીગેશન થી સિંચાઇ કરવામાં આવે છે. આજનાં પાણી બચાવવાનાં યુગમાં આ ખેતી સર્વ શ્રેષ્ઠ છે કેમ કે,એને ખુબ ઓછુ પાણી જોઇએ છે. એટલે જ્યાં પાણીની કમી હોય ત્યાં પણ આ ખેતી શકય છે.
ચંદનનાં છોડ આસાનીથી મળી રહે છે અને વનવિભાગ પણ છોડ આપે છે. પહેલા ૧૦૦ રૂપીયા નો એક છોડ મળતો હતો પરંતુ હવે ૧૦ રૂ. પ્રતિ છૉડ કિંમત છે. વાવણીનાં ૧૨ વર્ષ પછી તેમાં ડ્રીલીંગ કરાય છે અને તેમાંથી સુગંધ આવે તો જ તેનું કટીંગ કરાય છે. ચોર ૧૨ વર્ષ બાદ જ ચોરી કરતા હોય છે માટે તેઓ ભવિષ્યમાં CCTV તેમજ ખાસ ડોગ અને ખાનગી સીક્યુરીટી રખાશે. તો વળી આ ખેતીમાં અન્ય ખેતીની જેમ રાસાયણીક ખાતર નાંખવાની બીલકુલ જરુર નથી. તેમાં ઘરે જ બનાવેલું જીવામૃત ડ્રીપ ઇરીગેશનમાં આપી શકાય. જીવામૃત બીલકુલ બિનહાનીકારક છે. જેમાં ૩૦ કીલો દેશી ગાયનું છાણ,૩૦ કીલોગ્રામ દેશી ગાયનું ગૌ મુત્ર,૨ કીલો દેશી ગાયનું ઘી,૫ લીટર ગાયનું દુધ,૫ લીટર ગાયનાં દુધમાંથી બનેલ દહીં,૧ કીલો ચણાનું બેશન,૨૦ કીલો પાકા સડેલા કેળા અને નારીયેળનું પાણી અને ગોળ અથવા શેરડીનો રસ મીક્ષ કરી ૧૫ થી ૨૦ દીવસ રહેવા દઇને બાદમાં ચંદનના વૃક્ષોમાં આ ખાતર આપવાનું હોય છે.આ જીવામૃત કોઇ પણ પાકમાં આપી શકાય છે.આ જીવામૃતનો ફાયદો થાય છે કે,તેમાં રહેલા બેકટેરીયાને કારણે ચંદન ૪ જ દીવસમાં લીલુછમ બને છે.