એક એપ્લીકેશન અનેક સાપ બચાવશે

ચોમસુ શરૂ થતાં જ સાપ નિકળવાનું વધી જાય છે. કારણ કે સાપ એ ઠંડા લોહી ધરાવતું પ્રાણી છે તેથી તેને શરીરને ગરમ કરવા માટે દરમાંથી બહાર આવવું પડે છે. ચોમાસામાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. ચોમસામાં સૌથી વધું સાપની હત્યા કરવામાં આવે છે. તેને મારી નાંખવાના બદલે નજીકના સાપ પકડનાર લોકોને સરળતાથી શોધીને સાપને બચાવી શકાય તે માટે લોકો તથા સર્પ-બચાવની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ઉપયોગી એવી એન્ડ્રોઈડ એપ્લિકેશન ગાંધીનગરના સાપ પકડતા જૂથ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન થકી લોકોને પોતાના ઘરમાં સાપ આવી જાય ત્યારે નજીકના સપ્ર-બચાવનારનું નામ, સરનામું તથા ફોન નંબર મળી શકે છે. સર્પ અંગેની પ્રાથમિક માહિતી મુકવામાં આવી છે. એપ્લિકેશન ઉપયોગમાં લેવાય તો મહત્તમ સંખ્યામાં સર્પ બચાવવાનું ઉમદા કાર્ય થાય તે હેતુ છે. ગાંધીનગર સ્નેક લવર્સ ક્લબના ધર્મેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્નેક લવર્સ ક્લબ નામની આ મોબાઈલ ફોન એપ્લિકેશન ઘણાં સાપને બચાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. snakeloversclub શબ્દ દ્વારા એનરોઈડ પ્લે સ્ટોર પરથી તે શોધીને ડાઉન લોડ કરી શકાય છે. ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં તે છે. શહેરનું નામ તેમાં શોધીને ગુજરાતના કોઈ પણ સ્થળે સાપ બચાવનાર સ્વૈચ્છિક કાર્યકરને શોધી શકાય છે.