રાજ્યના મહેસૂલ વિભાગે તમામ દસ્તાવેજો – રેકર્ડ ઓન-લાઇન મળી રહે તે માટેનો પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં હાથ ધર્યો છે. જેનો સૌથી પહેલો અમલ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં 25 જૂલાઈ 2018થી શરૂ કર્યો છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેનો પ્રયોગ હાથ ધરી દેવામાં આવ્યો છે. તેનો સફળ અમલ કર્યા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમલ કરાશે. ખામી હશે તો તે સુધારવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં લગભગ 75,00થી વધારે રેકર્ડ છે. સમગ્ર ગુજરાતમાં એક કરોડથી વધારે આવા દસ્તાવેજો છે. જે તમામ ડેટા હવે ઓનલાઈન કરાશે. દરેક કલેક્ટર દ્વારા અલગથી આદેશો કરેલાં હોય. મહેસૂલ વિભાગ દ્વારા અત્યાર સુધી જે કંઈ હુકમ કરવામાં આવેલા હોય. સરકારના ઠરાવ પસાર કરવામાં આવેલા હોય. તેવા તમામ પ્રકારના મહેસૂલી આદેશો કે દસ્તાવેજોને ઓનલાઈન મુકી દેવાશે, જેથી કરીને લોકોને તુરંત દસ્તાવેજો મળી રહેશે. મહેસુલ વિભાગ તમામ કામગીરી ઓન-લાઇન કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેમાં ખેતીની જમીનને બીન ખેતીમાં ફેરવવા માટેની પ્રક્રિયા જે થતી હોય છે. જમીનને લગતા તમામ દસ્તાવેજો કે રેકર્ડને ખેડૂતો સરળતાથી મેળવી શકશે. તે રાજ્યમાં ગમે ત્યાં ગમે તે નાગરિક આ દસ્તાવેજો સરળતાથી અપલોડ કરી શકશે. સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકર્ડ લગભગ 1 કરોડથી વધારે હોવાનો એક અંદાજ છે. જિલ્લા પ્રમાણે અને સરકારના વિભાગો પ્રમાણે ઓન-લાઈન મૂકવામાં આવશે. જેનો મોટો ફાયદો ખેડૂતોને થશે. જમીનના દસ્તાવેજો કોઈ પણ લોકો જોઈ શકશે. આમ થતાં છેતરપિંડીના કેસો પણ વધી જશે. તમામ મિલકતોની માહિતી ઓનલાઇન થઇ રહી છે, પરંતુ ઉદ્યોગો પાસે કેટલી જમીન છે, ફેકટરીની વિગતો, રેવન્યુ રેકર્ડ મૂકવામાં સરકારને રસ નથી, કારણકે જો તેમ થાય તો ઉદ્યોગોની તમામ ખાનગી બાબતો જાહેર થઈ જાય તેમ છે. પરંતુ ખેડૂતોને ખાનગી બાબતો જાહેર થાય એમાં સરકારને કોઈ વાંધો નથી. પરંતુ ખેડૂતો સાથેની છેતરપિંડીના બનાવો પણ વધી જશે, તેની ચિંતા સરકારને નથી.
ગુજરાતી
English




