જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક એવો ટામેટાનો છોડ તૈયાર કર્યો છે કે જે એક છોડ પરથી 10 કિલો કરતાં પણ વધું ટામેટા આપે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને આ પ્રકારના ટામેટા ઉગાડવા માટે ભલામણ કરતાં કેટલાંક ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટા ઉગાડેલાં છે. એક હેક્ટરે 1,07,636 ચોરસ ફૂટ જગ્યામાં 31,605 કિલો (316.05 ક્વિન્ટલ) ઉત્પાદન આપતી આ નવી જાતનું નામ ગુજરાત ટામેટા 6 (જીટી 6) આપવામાં આવ્યું છે. જે આણંદ ટામેટા 3નું ઉત્પાદન 240.84 ક્વિન્ટલ એક હેક્ટરે ઉત્પાદન આપે છે તેના કરતાં 31 ટકા વધારે ઉત્પાદન આપે. વળી જૂનાગઢ ટામેટા 3 જાત 246.94 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. તેના કરતાં નવી જાત 27.99 ટકા વધારે ટામેટા આપે છે. વળી ડીવીઆટી 2 જાતના ટામેટા ખેડૂતો ઉગાડે છે તેના કરતાં નવી જાત 27.31 ટકા વધારે ટામેટા આપે છે.
ગુજરાતમાં સરેરાશ 259 ક્વિન્ટર ટામેટા એક હેક્ટરે હાલ પાકે છે.
ગુજરાત ટામેટી – 1 પ્રતિ હેકટરે 27 ટન ઉત્પાદન આપે છે.
ગુજરાત ટામેટા 6 નવી જાત ફળ કોરી ખાનારી ઈટળો સામે સારી પ્રતિકાર શક્તિ ધરાવે છે. વળી ફળો મધ્યમ કદના અને ચપટા ગોળાકાર અને લાલ રંગના વધું છે. 3થી 4 ખાનાવાળા તથા ફળમાં કૂલ દ્રાવ્ય ઘન પદાર્થોનું પ્રમાણ વધારે છે. જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આ નવી જાત તૈયાર કરવામાં આવી છે.
નવી જાતમાં 19 કિલો
ભારતીય વૈજ્ઞાનિકોએ એક છોડ પર 19 કિલો ટામેટા આવે એવી આર્કા રક્ષક જાત વિકસાવી છે. જે કર્ણાટકમાં 140-150 દિવસમાં થાય છે. કર્ણાટકમાં ટામેટાનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન અંદાજે 35 ટન છે, નવી જાતનાનુ ઉત્પાદન 190 ટન છે. એક ટામેટુ 75 થી 80 ગ્રામનું છે. નવા જાતના બીજને IIHR પાસેથી મંગાવી શકાય છે.
49 હજાર હેક્ટરમાં ટામેટા પકવવામાં આવે છે. જેનું કૂલ ઉત્પાદન 14.11 લાખ મેટ્રિક ટન થાય છે. મહેસાણા, બનાસકાંઠા અને આણંદમાં સૌથી વધું ટામેટા પાકે છે.