એક જગ્યાએ ૩ વર્ષ કરતા વધું સમયથી ફરજ બજાવતા અધિકારીઓની વિગતો મંગાવાઈ

આગામી લોકસભા ચુંટણી સંદર્ભે એક જ જિલ્લામાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓની વિગતો પોલીસ મહાનિર્દેશક દ્વારા મંગાવવામાં આવી છે.
આગામી લોકસભા ચુંટણી સંદર્ભે ચુંટણી આયોગ મુજબ જિલ્લા કમિશ્રરમાં એક જગ્યાએ છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવેલ હોય બિન હથિયારી પો.સ.ઈ સંવર્ગના અધિકારીઓને તેમના વતન જીલ્લા તથા વિધાનસભા મતવિસ્તાર બહાર બદલી કરવાની કાર્યવાહી કરવાની રહે છે જે અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષક કમિશ્નરોના તાબા હેઠળના ૩૧-પ-ર૦૧૯ની સ્થિતિએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓના કિસ્સામાં નિર્દિષ્ટ કહેલ ટેલબમાં દશ દિવસમાં વિગતો મોકલી આપવા સુચના આપવામાં આવી છે.
જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓને આગામી બે વર્ષમાં બઢતી આવનાર હોય તેવા પો.સ.ઈ કક્ષાના અધિકારીઓને ગૃહ વિભાગના નોટીફિકેશનમાં આપેલ સુચના મુજબ ઓછામાં ઓછા એક વર્ષની ફરજ આઈ.બી., સીઆઈડી ક્રાઈમ સ્ટેટ કંટ્રોલ રૂમ એસ.સી.આર.બી. હોમ ગાર્ડ નશાબંધી અને આવકારી સીવીલ ડીફેન્સ પોલીસ તાલીમ સંસ્થા ખાતે ફરજ બજાવેલ હોવી જરૂરી છે જેથી બઢતીપાત્ર પો.સ.ઈ ઓએ બ્રાન્ચોમાં નિમણુંક માટે પસંદગીના ત્રણ વિકલ્પ આપવાના રહેશે.
નોધનીય છે કે, પોલીસ અધિકારીઓ ઉપરાંત એક જ જગ્યાએ પાછલા લાંબા સમયથી ચીટકીને બેઠેલા ચીફ ઓફીસરો, નાયબ કલેકટરો સહિતનાઓનો પણ ડેટા એકત્રીત કરાઈ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યુ છે અને આ તમામની ફેરદબલનો પણ તખ્તો તૈયાર થઈ જવા પામી ગયો હોવાનુ માલુમ પડી રહ્યુ છે.