લાખણી ખાતે ઓનલાઈનનુ પ્રાઇવેટ કામ કરતો એક ઇસમ થરાદની હોસ્પિટલમાં નોકરી કરતા ઇસમ સાથે મળી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી મોદી જન આરોગ્ય યોજનાનો ખોટો લાભ લેવા માટે સરકારની વેબસાઈટમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ હોસ્પિટલના આયુષ્યમન મિત્રની BIS ID નો ઉપયોગ કરી બનાવતા ડૉક્ટર હીરજીભાઇ દરઘાભાઇ પટેલે બંને યુવક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ 28 ડિસેમ્બર 2019માં નોંધાવી હતી.
આયુષ્માન મિત્ર તરીકે કામ કરતાં નરેન્દ્રભાઇ નાગજીભાઇ ચૌધરી (રહે. થરા તા- થરાદ)ની પૂછપરછ કરતા તેને તેના મિત્ર ભરતકુમાર સેનજીભાઇ કુમરેચા (રહે.કુંભાસણ તા- પાલનપુર) ની સાથે મળી હોસ્પિટલના BIS ID ના આધારે કુલ 60 જેટલા આયુષ્માન ભારતના ડમી કાર્ડ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
25/01/2019 થી 05/11/2019 ના સમય દરમિયાન ખોટા ડોક્યુમેન્ટના આધારે લાખણી વિસ્તારમાં બન્યા છે.. પોલીસે IT હેઠળ ગુનો નોંધી બંને ઇસમોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ભરત ઠાકોર નામનો ઇસમ લાખણી વિસ્તારમાં ઓનલાઇન કામ કરવાની દુકાન ધરાવતો હતો. જ્યારે નરેન્દ્ર ચૌધરી થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષ્માન મિત્ર તરીકે કામ કરતો હતો. જેથી ભરત ઠાકોર આસ્થા હોસ્પિટલના BIS ના આધારે આયુષ્માન ભારતની વેબસાઇટ ઉપર OTP નંબર જનરેટ કરી જે આધારે BIS ID ઉપરથી કુલ 60 જેટલા ડમી કાર્ડ બનાવ્યા હતા.