ધારી નજીક સરસીયા પૂર્વ-પશ્ચિમ વીડીમાં બે દિવસથી અંદર 2 સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ 1 સિંહબાળ અને સિંહણનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ 5 દિવસ અગાઉ 3 સિંહબાળના ઈનફાઈટમાં મોત થયા હતા. આમ 8 સિંહના મોત અહીં જ થયા છે.
સરસીયા વીડીમાં 15થી ર0 સિંહોનું આખું કુટંબ વસવાટ કરે છે. આમ એક સિંહ કુટંબના 8 સિંહના મોત થવાનું કારણ જે કોઈ બીમાર પ્રાણીનો શિકાર કરીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરાતાં મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જંગલ અથવા રેવન્યુ વિસ્તારમાં આવું કોઈ ઈન્ફેક્શન ધરાવતું પ્રાણી આરોગતા પ્રથમ સિંહબાળ, સિંહણના સારવારમાં મોત નિપજયા બાદ ર સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ મળ્યા હતા. જેનું પીએમ કરતા ફેફસામાં ઈન્ફેકશન અથવા બીમારીનાં કારણે મોત થયાનું પ્રાથમિક રીતે જણાયું હતું. આ તમામ સિંહોના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા હતા. જે આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
સિંહનું મોત થાય છે ત્યારે તેના મોં માંથી ફીણ નિકળે છે. જે ગંભીર સ્થિતી બતાવે છે.
ધારી ગીરપૂર્વેનાં દલખાણીયા રેન્જમાં 10 દિવસમાં 11 સિંહના મોત થયાનું જાણવા મળેલ છે. જયારે ગઈકાલે રાજુલાનાં રેવન્યુ વિસ્તારમાં પણ 1 સિંહણ મળી કુલ 12 સિંહોના મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ 11 સિંહના મોત અંગે પુષ્ટી પણ કરી છે. હાલમાં વનવિભાગના ઉચ્ચ અધિધકારીનો કાફલો દલખાણીયા વિસ્તારમાં પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ધારી ડીએફઓ પી. પુરષોતમનું માનવું છે કે, સરસીયા વીડીમાં અલગ-અલગ સ્થળેથી અલગ-અલગ કારણોસર 8 સિંહોના મોત થાય છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
છેલ્લે મળતાં અહેવાલો મુજબ ધારી ગીરપૂર્વેનાં દલખાણીયા રેન્જમાં 10 દિવસમાં 11 સિંહના મોત થયાનું જાણવા મળેલ છે. આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ 11 સિંહના મોત અંગે પુષ્ટી પણ કરી છે. હાલમાં વનવિભાગના ઉચ્ચ અધિધકારીનો કાફલો દલખાણીયા વિસ્તારમાં પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જયારે ગઈકાલે રાજુલાનાં રેવન્યુ વિસ્તારમાં પણ 1 સિંહણ મળી કુલ 12 સિંહોના મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.