એક લાખે એક કિલો વેચાતું કેસર

KARAN RAJPUT2 NOVEMBER 2011
૧૩૫ કે ૩૦૦નો મસાલો ખાનારા ગર્વથી કહે છે કે તેઓ દરરોજ કેસર ખાય છે.તમાકુમાં કેસર આવતી હોવાથી તેમની વાત ખોટી પણ નથી. કેસરને ખાવી એમાં પણ મોભો છે કારણ કે ઓરિજનલ કેસરનો ભાવ જ એવો છે કે ખરીદવા જાઓ તો ભાવ સાંભળીને કદાચ ચક્કર પણ આવી જાય. હાલમાં એક કિલો કેસરનો હાલમાં ભાવ ૯૦ હજારથી એક લાખ રુપિયા છે. બજારમાં પાંચથી છ હજારમાં પણ કિલો કેસર મળે છે પરંતુ તેને ઓરિજનલ સમજવાની ભૂલ ન કરતા હાલમાં જૈન દેરાસરોમાંથી મળતી કેસરને લોકો સાચી સમજે છે પણ હવે તેઓ પણ પાંચથી છ હજારમાં કિલો મળતી કેસરનો વપરાશ કરવા લાગ્યા છે.
તમાકુમાં દર વર્ષે પાંચ હજાક કિલો કેસર વપરાય છે જેની બજાર કિમત ૧૫ કરોડથી પણ વધુ થાય છે. એક લાખ રૃપિયે એક કિલો મળતું કેસર ના ભાવ જ સાંભળી ઘણીવાર મોંઢામાંથી ન વપરાય કે મધ્યમવર્ગ તો શાને ખરીદી શકે તેવા ઉદ્ગાર નીકળી જાય તેવી કેસરની ખેતીમાં પણ ભારત અગ્રેસર છે. કાશ્મીરી કેસરની દુનિયાભરમાં બોલબાલા છે.

કેસર એટલે શું..
દર વરસે ઓક્ટોબર મહિનામાં કેસરના ફૂલ ખીલે છે. એક બીજમાંથી ત્રણથી ચાર ફૂલ ખીલે છે. જે જાંબુડિયા અને ફાલસાઇ રંગના છ પાંખડીવાળા ફૂલ હોય છે. કેસરના ફૂલની વચ્ચેથી લાલ અને પીળા રંગના તાંતણા નીકળેલા હોય છે. પીળા રંગના પુ કેસરના તાંતણા નકામા હોય છે પણ એની કશી કિંમત નથી પણ વચ્ચેના ત્રણ લાલ રંગના સ્ત્રી કેસર હોય છે એને જ કેસર કહેવામાં આવે છે. કેસરના બગીચામાં ઓક્ટોબર માસમાં સવારના પહોરમાં માણસો છાબડીો લઇને પહોંચી જાય છે. અને સૂર્ય ઉગતાં પહેલાં હજારો ફૂલો વીણી લે છે. કારણકે સૂર્ય ઉગી જાય તો અને તડકામાં કેસરની સુગંધ ઉડી જાય છે. અને સુગંધ વગરના કેસરનો બજારમાં ભાવ મળતો નથી. કેસરના ફૂલનો મહિનો ચાલતો હોય ત્યારે ચોવીસ કલાક ચોકી પહેરો રાખવામાં આવે છે. ફૂલ વીણ્યા પછી ચીરીને તેમાંથી કેસરના તાંતણા કાઢી લેવામાં આવે છે. આ કામ મોટાભાગે સ્ત્રીઓ જ કરતી હોય છે. બાદમાં આ તાંતણાને જબરદસ્ત મોટી ચારણીમાં પાથરીને ભઠ્ઠી પર સેકવામાં આવે છે. જરાયે વધારે પડતી ગરમીમાં ન શેકાયેલી તાંતણાને પછી લોકો કેસર તરીકે વાપરે છે.

એક એકરમાંથી ચાર કિલો કેસર નીકળે છે
કેસરના આખા ફૂલમાંથી ત્રણ સ્ત્રી કેસર જ કેસર તરીકે કામમાં આવે છે. એટલે ટનબંધ ફૂલોમાંતી માંડ થોેડા કિલો કેસર નીકળે છે. લગભગ એક અંદાજ મુજબ અડધો કિલો કેસર માટે બેતી ત્રણ લાખ ફૂલ તોડવા પડે છે. ભારતમાં સૌ પ્રથમ કાશ્મિરના પમ્પુર ગામમાં જ કેસરની ખેતી થતી હતી. હવે જમ્મુ અને કાશ્મિરના ૪૦થી વધારે ગામમાં કેસરને ખેતીના પાક તરીકે ઉગાડવામાં આવે છે. જેમાં એક એકર જમીનમાંથી સાડા ચાર કિલો જેટલો પાક ઉતરે છે.

કેસર લાભદાયક સાથે હાનિકારક પણ છે
કેરસ ખૂબ ગરમ હોય છે. જો કેસરને પાણીમાં ઓગાળીને નાના બાળકને પીવડાવી દેવાય તો બાળકના નાક અને મોં માંથી લોહી નીકળવા લાગે છે. જૈનો કેસરને ચંદનમાં મેળવીને તેનો પૂજામાં ઉપયોગ કરે છે. જો કેસરને ચંદનમાં મેળવ્યા વિના એકલા કેસરતી જ ર્મૂિતને ચાંલ્લો કરવામાં આવે તો ર્મૂિતમાં કાણા પડી જાય તેટલું કેસર ગરમ હોય છે. કેસર ખૂબ સાચવીને કે માપસરનું વાપરવું કારણકે તે માંઘુ છે તેટલા માટે નહીં પણ કેસર વધારે વાપરવામાં નુક્સાનકારક છે. નિષ્ણાતો સલાહ આપે છે કે એક લીટર દૂધમાં પા ગ્રામ જેટલું જ કેસર વાપરવું યોગ્ય છે. એક ગ્રામ કેસર હોય તો ચાર લીટર દૂધ લેવું પડે છે. માટે જ ધર વપરાશ માટે હવે કેસર એક ગ્રામ પેકેટમાં પણ બજારમાં ઉપલબ્ધ હોય છે.

કેસર ત્રણ જાતમાં ઓળખાય છે
સામાન્ય માણસોને અસલી કે નકલી કેસરમાં ક્યારેય ખબર પડતી નથી. એટલે હલ્કા ભારે કેસરને ઓળખવાનો તો સવાલ જ રહેતો નથી. પણ કેસરના જાણકારો કેસરની ત્રણ જાતો ગણે છે. સ્ત્રી કેસરની જાતમાં તેનું ટોચનું ટોપકું સલામત હોય તો તે કેસરની ઉચ્ચ જાતમાં ગણાય છે. જેને મોગરા અને શાહી કેસર ગણાય છે. કેસરના જે તાંતણાની ટોચ ખરી પડી હોય એવા કેસરને લચ્છા કેસર તરીકે ઓળખવામાં આવે છે. એ મધ્યમ જાતનું ગણાય છે. કેસરના તાંતણાની ઉપરની ટોચ કે તેની ઉપરનો ભાગ થોડા પણ તૂટી ગયો હોય એવા કેસરને ગુચ્છી કેસર કહે છે. એ સસ્તુ કેસર ગણાય છે જે હંમેશાં મોટેભાગે છૂટક બજારમાં વપરાય છે.

કેસરને ઓળખવાની રીત
કેસરને ઓળખવાની બે સાદી રીત છે. કાચના ગ્લાસમાં પા ભાગનું પાણી ભરીને એમાં કેસરનો તાંતણો નાખતા એ ડૂબી જાય તો તે અસલી કેસર નહિંતર નકલી માનવું એ કસરને પાણીમાં હલાવવાથી પાણી એ કેસરિયા રંગનું થઇ જશે. હવે એ તાંતણો પાણીમાંથી કાઢીએ ત્યારે પણ એ કેસરી રંગનો જ રહે છે જો તે પીળો કે સફેદ રંગનો થઇ જાય તો તે કેસર હલકું અથવા નકલી ગણાય છે. બીજી રીત કેસરને રેશમના કપડા પર પારખવાની છે. કેસરનો તાંતણો પાણીવાળો કરીને રેશમી સફેદ કપડા પર મૂકી જુઓ એનાથી કપડા પર કેસરિયા પીળા રંગના જ ડાધ પડશે. જો ડાધ લાલ રંગનો કે અથવા પીળા રંગનો પડે તો કેસરને નકલી સમજવું. અને છેતરાવું નહીં.

કેસરનો ઉપયોગ..
કેસરનો વપરાશ સદીઓ પહેલાં રંગ તરીકે થતો હતો પછીછી સુગંધ તરીકે થવા લાગ્યો આજે તો વિજ્ઞાાનની નવી જાત જાતની તપાસ બાદ અત્યારે તો દવા અને મસાલા તરીકે છૂટથી વપરાય છે. કેસરમાં રંગ અને સુગંધ એમાં રહેલા ક્રોસીન ગ્લાયકો સાઇડ અને પિક્રોક્રોસીન નામના રસાયણને કારણે છે. એમાંનુ ક્રોસીન ગ્લાયકો સાઇડ કેસરનો રંગ ભડકીલો પીળો બનાવે છે જ્યારે પિક્રોક્રોસીન મદમસ્ત સુગંધ આપે છે. કેસરના આ બંને રસાયણો માપસર લેવાય તો શરીર માટે ફાયદાકારક છે.આપણે ત્યાં જૈન, મારવાડી અને પંજાબી લોકો લસ્સીમાં કેસરનો વપરાશ કરે ચે જ્યારે પૈસા પાત્ર મહારાષ્ટ્રીયન લોકો બુંદીના લાડુમાં કેસરનો વપરાશ કરે છે. તમિલ લોકો કઢેલી સેવમાં કેસર નાખીને ખાય છે. આપણા કચ્છ – કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાતમાં કઢાયેલા દૂધમાં કેસર નાખીને પીવાનો રિવાજ છે. દવા તરીકે આયુર્વૈદમાં જાત જાતના નુસખા છે. મધ સાથે ક્ેસરના ચાર પાંચ તાંતણા પલાળી રાખ્યા બાદ સવારે પીવાથી પેશાબ અટકી ગયો હોય તો છૂટો પડી જાય છે.ખૂબ ઝાડા થઇ ગયો હોય તો ધીમાં કેસર પલાળી રાખ્યા બાદ ચટાડવાથી ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીને કેસરવાળુ દૂધ પીવડાવાથી બાળક રુપાળુ આવે છે અને સુવાવડ આરામથી થાય છે. આધાશીશી એટલે અડદુ માથું દુખતું હોય તો ધી, સાકર અને કેસરનું ચાટણ આપવામાં આવે છે.ચીનમાં લોકો કેસરને કપડાં રગવામાં ઉપયોગ કરતા હતા. મોગલ જમાનામાં સ્ત્રીઓના આભૂષણો રંગવામાં આવતા તો મુસ્લિમ સાધુ અને સંતો કેસર પલાળીને ર્ધાિમક મંત્રો લખીને તાવીજ અને માદળીયા બનાવવામાં ઉપયોગ કરતા હતા. કેસરથી સારી અને નરસી અસર ત્યારે જ થાય જ્યારે કેસર અસલી હોય.. આમ કેસરનો દિનપ્રતિદીન ઉપયોગ લોકોમાં વધી રહ્યો છે જેતી માંગ પણ વઘતાં તેની દાણચોરીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.

૨૪ કરોડના ખર્ચે કેસર પાર્ક બનશે
વિશ્વમાં કેસર માટે પ્રખ્યાત કાશ્મિરમાં હવે કેસર પાર્કની સ્થાપના કરવામાં આવશે. નેશનલ ર્હોિટકલ્ચર બોર્ડે ૨૪ કરોડના ખર્ચે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને શરું કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ઉચ્ચ કોટીના કેસરનું ઉત્પાદન કરાશે. જેમાં ક્રોસિન, પ્રિક્રોસિન અને અને સફાનલ હશે.કેસરના સેન્ટરની સ્થાપનાની સાથે તેના ક્વોલિટી કન્ટ્રોલ, પેકેજિંગ, ગ્રેડિંગ અને ઇઓક્શનની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ સાથે ઉચ્ચ કવોલિટીનું કેસરના ઉત્પાદન માટે પાંચ હવામાન સ્ટેશન પણ ઉભા કરાશે. જમ્મુ અને કાશ્મીરમાં હાલ ૯ થી ૧૦ મેટ્રીક ટન કેસરનું ઉત્પાદન કરવામાં આવે છે. ૧૧મી પંચર્વિષય યોજનામાં કેસરનું ઉત્પાદન ૩૦ ટન સુધી કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. જેમાં કેસર પાર્કની સ્થાપના દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં થશે. જેમાં ૨૪ કરોડના રોકાણના અંદાજો લગાવાઇ રહ્યા છે. આ પ્રોજેકટમાં જે પાંચ હવામાન સ્ટેસન ઉભા કરાશે જેમાં પુલવામા ખાતે બે અને બુદગામ,શ્રીનગર,અને કિસ્તીવારમાં એક એક સ્ટેશન ઊભા કરાશે. કેસરના ઉત્પાદન માટે પ્રખ્યાત કિસ્તીવારને આ પ્રોજેક્ટતી નવું જીવતદાન મળશે. કેસર પાર્કને પગલે તેની નિકાસ વદવાની સાથે તાની ક્વોલિટીમાં પણ ખાસ્સો સુધારો થશે. આ પ્રોજેક્ટ દ્વારા કેસરના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે પાર્કમાં સાલાર ડ્રાયર્સ, હોટ એર ડ્રાયર્સ અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
ઓરિજનલ કેસરનો વધારે ઉપયોગ તમાકુમાં
કેસરને તૈયાર કર્યા પછી તુરંત તેને હવાચુસ્ત પ્લાસ્ટિકની થેલી કે બાટલીમાં પેક કરી દેવું પડે છે નહિતર તેના બગડવાના ચાન્સ વધારે હોય છે. કેસરને ફ્રિઝમાં રાખવાથી પણ એ બગડી જાય છે કેસર વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી સંઘરી શકાય છે બાદમાં ધીમે ધીમે તેમાંથી રંગ અને સુગંધ ઉડી જાય છે. જોકે, એક કડવી અને સાચી હકિકત એ પણ છે કે ઓરિજનલ કેસરને સામાન્ય માણસ છૂટથી વાપરી પણ શકતો નથી કે તેને વપરાશ માટે બજારમાંથી હલકી જાતનું જ કેસર મળે છે ત્યારે સારામાં સારી જાતનું અને વધારેમાં વધારે કેસર કચરામાં એટલેકે પાન મસાલામાં જ વપરાય છે.

ઇરાની કેસર સ્મગલિંગથી દેશમાં આવે છે

અસલી કેસર કરતાં નકલી કેસરનું માર્કેટ મોટુ છે.કારણકે સામાન્ય માણસને કેસરના બાવ પરવડે તેવા નથી હોતા. કેસરનું ઉત્પાદન કાશ્મીર અને ઇરાનને બાદ કરતાં થોડું ધણું સ્પેનમાં થાય છે. જેમાં ઇરાની કેસર તો મોટાભાગે દેશમાં સ્મગલિંગથી આવે છે. કારણકે કેસરના ભાવની સાથે ડયૂટી લાગતાં વેપારીઓને પરવડતી નથી. આથી તેઓ ગેરકાયદે જ ઇરાની કેેસરને મંગાવે છે