એરોબિક્સ ચોખાની નવી જાત

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોખા થતાં નથી કારણ કે ત્યાં વિપુલ પાણી નથી. હવે એક એવી ચોખાની નવી જાત વિકસાવવામાં આવી છે કે જે સૌરાષ્ટ્ર, કચ્છ અને સુકા પ્રદેશમાં તે ઓછા પાણીએ થઈ શકશે. કર્ણાટક રાજયનાં આઇએસઓ 9001:2015 પ્રમાણિત સંસ્થાએ ગુજરાતના અમદાવાદ અને નવસારીના ચરીગામમાં એરોબિક્સ ચોખાની ( કિસાનક્રાફ્ટ) એરોબિક્સ નવી જાત વિક્સિત કરી છે. જે ઓછા પાણીનો ઉપયોગ કરીને બીજા ચોખા જેટલું જ ઉત્પાદન આપે છે. જ્યાં ઘઉં થતાં હશે ત્યાં આ ચોખા થઈ શકશે. તેનો સીધો મતલબ કે ગુજરાતમાં વિપુલ માત્રામાં ચોખાનું વાવેતર હવે શક્યા બનશે. કિસાન ક્રાફ્ટ સંસ્થા દ્વારા આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

જૂનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટી પર ખેડૂતોનું આ જાતના ચોખા માટે દબાણ વધી શકે છે. એરોબિક્સ ચોખાની ARB-6 નવી જાત વિક્સિત કરી છે જેમાં 50 ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે, પણ ઉપજ એટલીજ થાય છે. એરોબિક્સ ચોખાનો પ્રયોગ કરી કિસાનક્રાફ્ટ પાણીની અછતવાળા કર્ણાટક, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઉતરપ્રદેશ ઓડીસા જેવા અનેક રાજ્યોમાં ખેડૂતોનો આવકાર મળી રહ્યો છે.

50 ટકા પાણીનો ઓછો ઉપયોગ

એરોબિક ચોખામાં મૂળ ડાંગરના પાકની તુલનાએ 50 ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે. ખાતર, કિટનાશક, શ્રમની કિંમત તથા ગ્રીનહાઉસ ગેસોના ઉત્સજર્નની માત્રા ઓછી થાય છે. એક કિલોગ્રામ ચોખા ઉગાડવા માટે જ્યાં 5000 લિટર પાણીની જરુરિયાત હોય છે, ત્યાં એરોબિક ચોખાને 2500 લિટર પાણી જોઇએ છે. એરોબિક ચોખા સારા હવાવાળા ખેતરોમાં પાણી વિનાજ વાવી દેવાય છે. ખેતરોમાં પાણી નાંખવાની જરુરિયાત હોતી નથી. તેને દાળ, શાકભાજી અને તેલીબિયાં સાથે પણ ઉગાડી શકાય છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવા પર આ માટીની સેહને સુધારે છે. તેનો મોટો ફાયદો એ છે કે આના માટે છોડ તૈયાર કરવા, ખેતરોને પાણીમાં ડૂબાડવા, જમીન સમથળ કરવી તથા છોડ લગાડવાની જરુરત નથી પડતી.

એક વિઘામાં 1000 કિલો પાક થવાની આશા

કિસાન ક્રાફ્ટનાં માર્ગદર્શન મુજબ એરોબિક્સ ચોખાનાં બિયારણની વાવણી સમતલ જમીન પર એક વીઘામાં 6 કિલો બિયારણ નાંખી વરસાદનું પાણી પર કરાઈ છે. હાલ સૂકી જમીનમાં સારો પાકો ઊભો થયો અને 1 હજાર કિલો ડાંગર થવાની આશા માંડી છે.