નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું કે એર ઇન્ડિયા પર આશરે 80,000 કરોડ રૂપિયાનું દેવું છે. તેનું ખાનગીકરણ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પુરીએ સ્ટાફ સાથે વાત કરી લીધી છે. પુરીએ તમામ કર્મચારી સંગઠનોને ખાનગીકરણની પ્રક્રિયામાં સરકારને સહયોગ આપવા અપીલ કરી છે. 10 દિવસમાં બંને પક્ષો બીજી બેઠક કરશે.
ખાનગીકરણ પછી રોજગારની સુરક્ષાને લઈને સરકાર કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. એર ઈન્ડિયાના ખાનગીકરણનો વિરોધ કરી કર્મચારીઓએ કહ્યું હતું કે જો સરકાર સમર્થન આપે તો કર્મચારીઓ એર ઇન્ડિયા ચલાવવામાં સક્ષમ છે.
પુરીએ કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એર ઇન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમની મુલાકાત માત્ર એક વાર થઈ છે. આગામી મીટિંગમાં તે કર્મચારીઓની તમામ સમસ્યાઓ રજૂ કરશે. જૂન સુધીમાં કોઈ નવું રોકાણકાર નહીં આવે તો તે જેટ એરવેઝની જેમ પણ બંધ થઈ જશે, જોકે, થોડા દિવસો પછી પુરીએ જણાવ્યું હતું કે ખાનગીકરણ સુધી એર ઇન્ડિયાની કામગીરી ચાલુ રાખશે.