કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં બીજી અને રાજ્યમાં પહેલી એર સ્ટ્રીપ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાષ્ટ્રિય સુરક્ષા માટે જેને અતિ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે, તેવા પ્રોજેક્ટમાં સરકારી તંત્રએ કાયદેસર કરવાની થતી કામગીરી માત્ર કાગળ પર જ કરીને આખો પ્રોજેક્ટ ટલ્લે ચડાવી રહ્યા છે અને ખેડૂતોનું નામ વટાવી રહ્યા છે સરકાર દ્વારા કરવાની થતી કામગીરી જેમ કે જોઈન્ટ મેજેરમેન્ટ કરવાનું હોય, જે ખેડુતોની જમીન કપાતમાં જતી હોય એવા દરેક ખેડૂતોને વિવિધ નોટિસો આપવાની હોય અને પછી જ જમીન સંપાદનની કામગીરી હાથ પર લઈ એના એવોર્ડ નક્કી કરવાના હોય છે. જેમાં ખેડુતોના વાંધા સૂચન પણ લેવાના હોય પરંતુ જોઈન્ટ મેજરમેન્ટ કરવામાં ન આવ્યું. એર સ્ટ્રીપમાં જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તેવા દાત્રાણા ગામમાંથી 18 ખેડૂતોને એકપણ નોટિસ જ આપવામાં ન આવી. જમીન સંપદાનની કામગીરી પૂર્ણ જાહેર કરી જમીન સંપદાનના એવોર્ડ પણ પાડી દેવામાં આવ્યા છે. કામગીરી ભૂલ ભરેલી છે, જમીન સંપદાન ખોટું થયું છે, એનો એવોર્ડ પણ ખોટો તૈયાર થયો છે ત્યારે તંત્ર અચાનક કુંભકર્ણી નિદ્રામાંથી સફાળું જાગ્યું હતું. રહી ગયેલા 18 ખેડુતોના ખેતરો માપવા ત્રણ પ્રયત્નો કર્યા પણ ખેડુતોએ તેનો વિરોધ કર્યો હતો.
28/11/2018 ના રોજ જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ, ખંભાળિયા ટીડીઓ, ડીઆઈએલઆર, જમીન સંપદાન અધિકારી, નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ પોલીસ કાફલા સહિત ખેડૂતોને માનસિક દબાણ આપવા અને કાયદાથી ઉપરવટ જઇ આ 18 ખેડુતોના ખેતરની માપણી કરવા આવ્યા હતા. પરંતુ ત્યારે ખેડુતોએ અધિકારીઓને કાયદાઓ બતાવી કહ્યું કે કાયદા મુજબ આપ અમારું ખેતર અમારી મરજી વગર માપી શકો નહિ ખેડૂતોને કાયદા મુજબની સાચી દલીલો સામે તંત્ર લાચાર થઈ માપણી કર્યા વગર પરત ફરવું પડ્યું હતું
5 ડિસેમ્બર ના રોજ 18 ખેડૂતોને નોટિસ આપી ફરીથી 12 ડિસેમ્બરના રોજ ખેડુતોના ખેતર માપવા આવવાની અને ખેડુતોએ સાથ સહકાર આપવાની માગણી કરી છે તેની સામે ખેડુતોએ લેખિતમાં જાણ કરી પછી જ પ્રવેશ કરવા જણાવ્યું હતું.
ઉપરોક્ત બાબતે અત્યાર સુધી કુંલળીમાં ગોળ ભાંગવા ટેવાયેલા તંત્રને ખેડુતોએ કાયદાકીય લડત આપી તો તંત્ર દોડતું થયું હતું. 12/12/2018 ના રોજ તંત્ર દ્વારા આ 18 ખેડુતોના ખેતર માપવા ગયા હતા. જાન્યુઆરી 2019થી નવી કાર્યવાહી હાથ ધરી છે તેમ
ખેડૂત હીત રક્ષક સમિતિના આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.