એલ જી હોસ્પિટલમાં ફરી એક વખત બાળકનું મોત, હોબાળો

અમદાવાદ : અમદાવાદના મણીનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે.બુધવારે સવારે મહીલાની પ્રસુતિ વખતે નવજાત બાળક નીચે પડતા તેનુ મોત થવાના પગલે તેના સ્વજનો દ્વારા હોસ્પટલમાં ઘટનાને લઈને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.દરમિયાન સત્તાવાળાઓનો એવો દાવો છે કે બાળક જન્મ સમયે  નાદુરસ્ત હોઈ તેને લેબરરૂમમા લઈ જવામા આવતા તેનુ મોત થવા પામ્યુ હતુ.
ઘટના અંગે મળતી માહીતી અનુસાર,એલ.જી અને વી.એસ.હોસ્પટલ છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં ઘેરાયેલી રહે છે.આ પરિસ્થતિમાં એલ.જી.હોસ્પટલ ખાતે દાખલ કરવામા આવેલી એક શ્રમજીવી પરીવારની મહીલાને પ્રસુતિ બેડ ઉપર જ થવા પામી હતી.દરમિયાન જન્મેલુ નવજાત શિશુ નીચે પડતા તેનુ મોત થવા પામ્યુ હતુ.આ ઘટના સમયે કોઈ નર્સ કે મેડીકલ એટેન્ડન્ટ હાજર ન હોવાથી આમ બન્યુ હોવાનુ કારણ આગળ ધરીને તેના પરિવારજનોએ હોસ્પટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો.આ સમયે સિકયોરીટી અને પોલીસની મદદ લઈને મામલો થાળે પાડવામા આવ્યો હતો.આ તરફ હોÂસ્પટલસૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,બાળકનો જન્મ થયો એ સમયે જ તે નાદુરસ્ત હતુ અને તેને લેબરરૂમમા લઈ જવામા આવ્યુ એ સમયે એણે પ્રાણ છોડી દીધા હતા.સવારે પાંચ કલાકે બનેલી આ ઘટનાને પગલે સત્તાવાળાઓમાં દોડધામ મચી જવા પામી હતી.

એલજી હોસ્પિટલના વિવાદો
– વર્ષ-૨૦૧૪માં છ દર્દીઓના મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.જે પૈકી ત્રણ દર્દીઓએ કાયમ માટે આંખોની રોશની ગુમાવી દીધી હતી.
– વર્ષ-૨૦૧૫માં એક જુનિયર ડોકટરે એક દર્દીના જમણા હાથનુ ઓપરેશન કરવાના બદલે ડાબા હાથનુ ઓપરેશન કરી નાંખ્યુ હતુ.
– વર્ષ ૨૦૧૯માં જુન માસમાં સિકયોરીટી ગાર્ડે એક સગીર પાસે દેશી દારૂની કોથળી મંગાવી તે પીવાનો પ્રયાસ કરતા બીજા સિકયોરીટી ગાર્ડે એલ.જી.પોલીસ ટેબલ પર આ મામલે જાણ કરી તેને પોલીસને હવાલે કર્યો હતો.
– આ ગંભીર ઘટના મામલે હોÂસ્પટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા માત્ર સિકયોરીટી એજન્સીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.