અરવલ્લી જીલ્લામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર માં તમામ હદ વટાવી દીધી હોય તેમ ગુન્હો નોંધવા માટે પણ ચા-પાણી કરાવવા પડતા હોવાની બૂમો ઉઠી છે મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ પર એસીબીની ટ્રેપ થતા અરવલ્લી જીલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બાદલ ડીજીપી શિવાનંદ ઝા ના હસ્તે સન્માન કરી ઈ-કોપ એવોર્ડ આપવામાં આવ્યો હતો પીએસઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટ ભ્ર્ષ્ટાચાર આદરવામાં પણ એક આગવી આવડત હોવાનું પોલીસસૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.
થોડા દિવસ અગાઉ મોબાઈલ શોપના માલિકને સલીમ નામનો કહેવાતો વહીવટદાર મોડાસા ટાઉન પીએસઆઈ બ્રહ્મભટ્ટનું નામ લઈ તોડ કરવા પહોંચ્યો હતો જે અંગેનો વિડીયો વાઈરલ થતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે આ અંગેની તાપસ ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલને સોંપી હતી જેમાં સુનિયોજિત રીતે વીડિયોમાં નામ લઈ રહેલા બંને અધિકારીઓ અને કર્મચારીઓને છાવરવામાં આવ્યા હોવાનો ગણગણાટ ખુદ પોલીસબેડામાં શરુ થયો છે ત્યારે પેલી કહેવત અનુસાર “પાપ છાપરે ચઢી પોકારે” તેમ મોડાસા ટાઉન પીએસઆઈ કેતન દિલીપભાઈ બ્રહ્મભટ્ટ લાંચની રકમ તેની કારમાં સ્વીકારી એસીબીની ટ્રેપની ગંધ આવી જતા કાર રોંગ સાઈડ હંકારી રફુચક્કર થઈ ગયો હતો
મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮ માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા ત્યારે એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીને ગુન્હા ના કામ માટે રાહત આપવા તથા હળવા કાગળ તૈયાર કરવા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ૩ લાખ રૂપિયાની લાંચની માંગણી કરતા જેતે સમયે ૨ લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા ૨ લાખથી સંતોષ ન થતા પીએસઆઈ બ્રહ્મભટ્ટે માલપુર પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીના સંબંધી પાસે ૧ લાખ રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતા ભારે રકઝકના અંતે ૪૫ હજાર રૂપિયા નક્કી થયું હતું અને ૨૫ હજાર રૂપિયા આપી દીધા હતા વારંવાર લાંચની માંગણીથી ત્રસ્ત બનેલા ફરિયાદીએ પીએસઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટ વિરુદ્ધ લાંચિયા ફોજદારને પાઠ ભણાવવા ગાંધીનગર એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી.
બુધવારે રાત્રે ગાંધીનગર એસીબી પીઆઈ ડી.વી. પ્રસાદ અને તેમની ટીમે છટકું ગોઠવી પીએસઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટ ને જાગૃત નાગરિકે મોડાસા સહયોગ ચાર રસ્તા પેટ્રોલપંપ પાસે બોલાવતા પીએસઆઈ બ્રહ્મભટ્ટ કાર સાથે પહોંચી ફરિયાદીને કારમાં બેસાડી ૨૦ હજાર રૂપિયાની લાંચ લઈ એસીબી ટ્રેપની ગંધ આવી જતા ફરિયાદીને કાર માંથી ઉતારી રોંગ સાઈડ કાર હંકારી મૂકી ફરાર થઈ જતા એસીબીએ પીએસઆઈ કેતન દિલીપભાઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી