ઓછા ભાવ મળતાં ખેડૂતોને 4200 કરોડનું નુકસાન ડુંગળીમાં થયું

બજારની બદલતી પરિસ્થિતિઓ અને બંપર ઉપજના કારણે ગત વર્ષની સરખામાણીએ આ વર્ષે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોની આવક 4200 કરોડનું ગઈ છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રીપોર્ટમાં આ વાતની ખબર પડે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એપીએમસીના માધ્યમથી અંદાજે 13.22 લાખ ટન ડુંગળી 13,760 રૂપીયા પ્રતિ ટનના દરે વેચાણી હતી. આ પ્રકારે ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપીયા પ્રતિ ટનના હિસાબથીકુલ 11.10 લાખ ટન ડુંગળીનુ વેચાણ થયુ હતુ. રિપોર્ટ કહે છે કે આ 2017માં ખેડૂતોને મળેલ ડુંગળીની કિંમતની સરખામણીએ 61 ટકા ઓછી છે. દેશમાં અંદાજે એક તૃતિયાંશ ભાગનુ ડુંગળીનુ ઉત્પાદન કરનાર રાજ્ય મહારાષ્ટ્રના ભાવમાં ઘણો મોટો ઘટાડો દેખાયો હતો. અહી 5180 રૂપીયા પ્રતિ ટનના ભાવે ડુંગળીનુ વેચાણ થયુ જે ગત વર્ષની સરખામણીએ 80 ટકા ઓછુ છે. ભાવમાં અટલા મોટા ઘટાડાનુ એક કારણ તે હોય શકે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે ડુંગળીનુ અનુમાનીત ઉત્પાદન વધુ રહ્યુ છે. 210 લાખ ટન ડુંગળીના ઉત્પાદનનુ અનુમાન હતુ પરંતુ આવર્ષે આંકડો 236 લાખ ટન પર પહોંચવાની આશા છે. નાસિક મહારાષ્ટ્રનુ સૌથી મોટુ ડુંગળીનુ ઉત્પાદક ક્ષેત્ર છે. અહીના એક સંગઠનના નેતા ગિરિધર પાટીલે કહ્યુ કે ખેડૂતોને કમીશન એજન્ટને સાઈડમાં રાખઈને એપીએમસીની બાર પણ ડુંગળી વેચવાની મંજુરી છે પરંતુ તે કાગળ સુધીજ સીમીત છે કારણે કે સરકાર ખેડૂતોને સુપરમાર્કેટસ હોટલ્સ, કેટરર્સ અને બીજા બજારોની સાથે જોડવા માટે નિષ્ફળ રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આપણી આયાત નિકાસની નીતી બદલાતી રહે છે. જો સ્થાનીક બજારમાં ભાવ થોડા પણ વધે છે તો નિકાસ પર કાપ મુકવાનો આદેશ આપવામાં આવે છે અને ખેડૂતો વધુ કિંમત મેળવવાથી વંચિત રહી જાય છે.

બજારની બદલતી પરિસ્થિતિઓ અને બંપર ઉપજના કારણે ગત વર્ષની સરખામાણીએ આ વર્ષે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોની આવક 42 અબજ ઘટી ગઈ છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રીપોર્ટમાં આ વાતની ખબર પડે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એપીએમસીના માધ્યમથી અંદાજે 13.22 લાખ ટન ડુંગળી 13,760 રૂપીયા પ્રતિ ટનના દરે વેચાણી હતી. આ પ્રકારે ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપીયા પ્રતિ ટનના હિસાબથીકુલ 11.10 લાખ ટન ડુંગળીનુ વેચાણ થયુ હતુ. રિપોર્ટ કહે છે કે આ 2017માં ખેડૂતોને મળેલ ડુંગળીની કિંમતની સરખામણીએ 61 ટકા ઓછી છે. દેશમાં અંદાજે એક તૃતિયાંશ ભાગનુ ડુંગળીનુ ઉત્પાદન કરનાર રાજ્ય મહારાષ્ટ્રના ભાવમાં ઘણો મોટો ઘટાડો દેખાયો હતો. અહી 5180 રૂપીયા પ્રતિ ટનના ભાવે ડુંગળીનુ વેચાણ થયુ જે ગત વર્ષની સરખામણીએ 80 ટકા ઓછુ છે. ભાવમાં અટલા મોટા ઘટાડાનુ એક કારણ તે હોય શકે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે ડુંગળીનુ અનુમાનીત ઉત્પાદન વધુ રહ્યુ છે. 210 લાખ ટન ડુંગળીના ઉત્પાદનનુ અનુમાન હતુ પરંતુ આવર્ષે આંકડો 236 લાખ ટન પર પહોંચવાની આશા છે. નાસિક મહારાષ્ટ્રનુ સૌથી મોટુ ડુંગળીનુ ઉત્પાદક ક્ષેત્ર છે. અહીના એક સંગઠનના નેતા ગિરિધર પાટીલે કહ્યુ કે ખેડૂતોને કમીશન એજન્ટને સાઈડમાં રાખઈને એપીએમસીની બાર પણ ડુંગળી વેચવાની મંજુરી છે પરંતુ તે કાગળ સુધીજ સીમીત છે કારણે કે સરકાર ખેડૂતોને સુપરમાર્કેટસ હોટલ્સ, કેટરર્સ અને બીજા બજારોની સાથે જોડવા માટે નિષ્ફળ રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આપણી આયાત નિકાસની નીતી બદલાતી રહે છે. જો સ્થાનીક બજારમાં ભાવ થોડા પણ વધે છે તો નિકાસ પર કાપ મુકવાનો આદેશ આપવામાં આવે છે અને ખેડૂતો વધુ કિંમત મેળવવાથી વંચિત રહી જાય છે.