ઓનલાઈન જમીન શોધવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલ લોન્ચ 

ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા રોકાણકારોને પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન દ્વારા સ્થળ અને જમીન શોધવા માટે ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું 7 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં લોન્ચિગ કર્યું હતું.

જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, પીસીપીઆઈઆર, એસઈઝેડ તેમજ પ્રાઈવેટ ઈન્ડ્સ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઓનલાઈન પુરી પાડશે.

સ્થળની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ જેમાં રેલ, રોડ, એરપોર્ટ, પોર્ટ, પાવર, વોટર અને ગેસ ગ્રીડ નેટવર્ક તેમજ આઈટીઆઈ, શાળાઓ અને હોસ્પિટલ્સ જેવી સુવિધાઓઓની જાણકારી પૂરી પાડશે.

ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ કરવા આવતા પહેલાં જ સ્થળ પસંદગી કરી શકશે અને જમીન શોધવા માટે તેમને જે સમયે જાય છે તે બચતા વેળાસર પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરી શકશે.